ગુજરાત ભાજપમાં દોડધામ શરૂ, 15 જૂને થશે આ મોટું કામ-જાણો વિગતે

0

ગુજરાત ભાજપમાં દોડધામ શરૂ, 15 જૂને થશે આ મોટું કામ,ગુજરાત સહિત આખો દેશ કોરોના વાયરસ સામે લડાઈ લડી રહ્યો છે ત્યારે બીજી લહેરમાં પ્રજાને થયેલી અપાર સમસ્યાઓના કારણે સરકારો સામે રોષની ભાવના પેદા થઈ છે ત્યારે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને પાર્ટીમાં હલચલ મચી ગઈ છે. ભાજપના મોટા નેતાઓની થોડાક દિવસ પહેલા જ દિલ્હીમાં બેઠક થઈ હતી જેમાં વર્ષ 2022ની આવનાર વિધાનસભા ચૂંટણીને લઈને ચર્ચા કરવામાં આવી હતી.

ભાજપ માટે ઉત્તર પ્રદેશ અને ગુજરાત બંને રાજ્યો ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઉત્તર પ્રદેશમાં છેલ્લા 15 દિવસથી રાજકીય ગરમાવો ખૂબ વધી ગયો છે ત્યારે હવે ગુજરાત ભાજપમાં પણ દોડધામ શરૂ થઈ છે. ગુજરાત ભાજપના ધારાસભ્યોને 15મી જૂને ગાંધીનગર આવવા માટે આદેશ આપી દેવામાં આવ્યા છે.

વિધાનસભા હૉલમાં જ ધારાસભ્યોની બેઠક કરવામાં આવશે અને આ બેઠકમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તથા ભાજપ પ્રદેશ અધ્યસખ સી આર પાટીલ પણ હાજર રહેશે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આ બેઠકમાં આવનારી વિધાનસભા ચૂંટણીને લઈને ચર્ચા કરવામાં આવી શકે છે. ડેપ્યુટી સીએમ નીતિન પટેલે કહ્યું કે સત્તાધારી પાર્ટીઓ દ્વારા આ પ્રકારની મીટિંગ નિયમિત રૂપે થતી હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed