સુરતી બાળકના હેલિકોપટર શોટ થી દંગ રહી ગયા દિગગજ ક્રિકેટરો, આકાશ ચોપડાએ કહ્યું કે…

0

એક પછી એક બોલ પર હેલિકોપ્ટર શોટથી સિક્સર ફટકારતો હોવાનું સામે આવ્યું છે. તનય જૈનની બેટિંગથી પૂર્વ ક્રિકેટર અને હાલમાં કોમેન્ટ્રી કરતાં આકાશ ચોપરા ભારે પ્રભાવિત થઈ ગયા છે. આકાશ ચોપરાએ તનયની બેટિંગ પર કોમેન્ટ્રી કરતો વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો છે.

જેમાં આકાશ ચોપરા બોલે છે કે, દરેક બોલ પર હેલિકોપ્ટર શોટ મારે છે એકાદ શોટ તો જમીન પર જવા દે પરંતુ નહીં આ નાનો ક્રિકેટર તો બધા જ બોલને સ્ટેડિયમ બહાર મોકલી રહ્યો છે.માત્ર 7 વર્ષની ઉંમરમાં તને ધોની જેમ ક્રિકેટના અનેક દાવપેચ જાણનાર ખેલાડી બની ગયો છે અને હવે દેશભરમાં પ્રખ્યાત પણ થઇ ગયો છે, જે આકાશ ચોપડા મોટા ક્રિકેટરો અને ખાસ કરીને ધોનીના શોટ પર કોમેન્ટ્રી કરતા જોવા મળતા હતા.

તેઓ પોતાને સુરતના તનયની કાબિલિયત જોઈ તેની માટે કોમેન્ટ્રી કરતા રોકી શક્યા નહતા અને નાની ઉંમરે ક્રિકેટમાં રૂચિ રાખનાર અને પીચ પર બેટથી ધમાલ મચાવનાર તને માત્ર એક વર્ષથી એકેડમીમાં ક્રિકેટ પ્રેક્ટિસ કરી રહ્યો છે, પરંતુ હાલ તેની ક્રિકેટ પ્રત્યેની રુચિ જોઈ મોટા મોટા ક્રિકેટરો પણ વાહવાહી કરી રહ્યા છે.તનયના કોચ સન્ની સિંહે જણાવ્યું હતું કે, તનયમાં ક્રિકેટ પ્રત્યે જુસ્સો છે.

આજ કારણ છે કે અમે તેના માતાપિતાને જણાવ્યું હતું કે, તેને કોઈ પણ ઝડપથી દૂર રાખવામાં આવે છે. આથી તેનું ધ્યાન તેના લક્ષ્ય ઉપર રહે અમે જે પણ તેને પ્રેક્ટિસ કરવા કરીએ છીએ તે ખૂબ જ સારી રીતે કરતો હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed