રાજ્યના સીનેમાઘરો, મલ્ટીપ્લેક્સ અને જીમને લઈને CM રૂપાણીનો મોટો નિર્ણય, જાણી લો

0

રાજ્યના સીનેમાઘરો, મલ્ટીપ્લેક્સ અને જીમને લઈને CM રૂપાણીનો મોટો નિર્ણય,મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે મળેલી કોરકમિટીની બેઠકમાં ગુજરાતમાં સિનેમા ઘરો- મલ્ટીપ્લેક્ષ અને જીમ્નેશીયમને રાહત આપતો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

કોરકમિટીમાં લેવાયેલા આ નિર્ણય અનુસાર રાજ્યમાં તારીખ 1 એપ્રિલ 2021 થી 31 માર્ચ 2022 સુધીના એક વર્ષ ના સમય માટે સિનેમા ઘરો- મલ્ટીપ્લેક્ષ અને જીમ્નેશીયમને પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે.રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 695 નવા કેસ નોંધાયા તો 11 લોકોના સંક્રમણના કારણે મોત નિપજ્યા, નવા કેસની સામે આજે ગુજરાતમાં 2,122 દર્દીઓ સાજા થયાં.

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 695 નવા કેસ નોંધાયા છે, તો 11 લોકોના સંક્રમણના કારણે મોત નિપજ્યા છે. આજે ફરી એક વખત ગુજરાતમાં, કોરોનાની બીજી લહેરમાં કોરોનાના કેસ કરતા આજેપણ સાજા થનારનો આંકડો વધુ છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અત્યાર સુધીમાં 9,955 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. જો કે, નવા કેસની સામે આજે ગુજરાતમાં 2,122 દર્દીઓ સાજા થયાં છે.

આ સાથે જ અત્યાર સુધીમાં 7,93,028 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. આમ આજે કેસ પણ ઘટ્યા અને સાજા થનારનો આંકડો રાહત આપનારો છે. રાજ્યમાં હાલ 351 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 14,724 પર પહોંચ્યો છે. ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં આજે કોરોનાના 108 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 5 કેસ નોંધાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed