આ વાનમાં એક જ પરિવારના 16 લોકો સવાર હતા. આ ઘટના પાકિસ્તાનમાં બની હતી. પાકિસ્તાનના પર્વતીય વિસ્તારમાંથી પસાર થઈ રહેલ આ વાન ચિલસ શહેરથી રાવલપિંડી જઈ રહી હતી, પણ કોહિસ્તાન નજીકના એક દમ વળાંક વાળા રોડ પર આ ઘટના બની હતી અને જેના કારણે આ આખી વાન નદીમાં પડી. પોલીસે જણાવ્યું કે આ વાનમાં એક કુટુંબ જઈ રહ્યું હતું, જેમાં ડ્રાઈવર સહિત કુલ 17 લોકો હતા.
નદીમાં ખાબક્યા બાદ વાન પાણીમાં ડૂબી ગઈ હતી, જેના કારણે અંદર બેઠેલા 17 એ 17 લોકોના કરૂણ મોત નિપજ્યાં છે. જેમાં મહિલા અને બાળકો પણ બેઠા હતા. આ કરૂણ ઘટનામાં ડ્રાઇવરે પણ પોતાનો જીવ ગુમાવ્યો છે.
પોલીસના જણાવ્યા અનુસાર બીજા ન મળેલા પરિવારજનોને શોધવામાં આવી રહ્યા છે. કારણકે વિસ્તારમાં વરસાદ હોવાને કારણે અને નદી એકદમ ઊંડી હોવાને કારણે બીજા લોકોના મૃતદેહો મળ્યા નથી. પાકિસ્તાનમાં હાલના દિવસોમાં અકસ્માત વધી રહ્યા છે.ત્રણ દિવસ પહેલા દેશના ઉત્તર પશ્ચિમમાં પર્વતીય રસ્તામાંથી એક મિનીવૈન નદીમાં પડી, જેમાંથી 7ના મોત થયા 3 ઘાયલ થયા હતા.
આ મામલાની માહિતી આપતા પાકિસ્તાની બચાવ સેવાના પ્રવક્તા અહમજ ફૈજીએ જણાવ્યુ તે વાહન ખેબર પખ્તૂનખા પ્રાંતમાં માનસેહરા જિલ્લામાં સિરેન નદીમાં પડી હતી. આ ઘટના વળાંક પર વાહન ધીમુ કરવાની જગ્યાએ સ્પીડ વધારવાના કારણે બની હતી. બે દિવસ પહેલા પાકિસ્તાનમાં એક મોટી રેલ દુર્ઘટના ઘટી છે.
જેમાં અત્યાર સુધી 33 લોકોના મોત થયા છે. જ્યારે 50 લોકો ઘાયલ થયા હોવાનું કહેવાઈ રહ્યું છે. આ ઘટના સિંઘ પ્રાંતના ડહારકીમાં બની છે. આ જગ્યા અહીં ઘોટકી જિલ્લામાં સ્થિત છે. જ્યાં પ્રવાસીઓને 2 ટ્રેનો મિલ્લત એક્સપ્રેસ અને સર સૈય્યદ એક્સપ્રેસ વચ્ચે અકસ્માત થયો છે.