30 જૂન પહેલા આ કામ નહીં કરો તો નહીં ઉપાડી શકો તમારા ખાતામાંથી પૈસા, જાણી લો

0

બેન્કમાં પૅન તેમજ આધારકાર્ડ લિંક કરાવવાની છેલ્લી તારીખ 30 જૂન છે. જો તમે 30 જૂન 2021 સુધી લિંક નહી કરાવો તો તમારુ અકાઉન્ટ સસપેન્ડ થઇ જશે. SBIએ ટ્વિટ કરીને આ વાતની જાણકારી આપી છે. જો તમે 30 જૂન સુધી પાનકાર્ડને આધાર સાથે લિંક નહી કરાવો તો પાનકાર્ડ ઇનએક્ટિવ થઇ જશે અને જેના કારણે ગ્રાહકોને ટ્રાંજેક્શનમાં પરેશાની થશે.

સાથે જ બેન્ક અકાઉન્ટ સસપેન્ડ થવા પર ખાતામાં રહેલા પૈસા પણ ફ્રીઝ થઇ જશે. જે બાદ ગ્રાહકો પૈસા પણ નહી કાઢી શકે. સાથે જ કોઇ પણ સરકારી યોજના પર સબસિડી કે લાભ નહી મળેઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે પેન કાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 30 જૂન 2021 નક્કી કરી છે.

જો તમે 30 જૂન સુધી આવું નહી કરો તો તમારુ પાનકાર્ડ નિષ્ક્રિય થઇ જશે અને બાદમાં તમે જ્યારે રિએક્ટિવેટ કરાવવા જશો તો 1000 રૂપિયા દંડ આપવો પડશે. તમને જણાવી દઇએ કે ગ્રાહકોની રેટિંગ તેમના રિસ્કના આધાર પર કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed