ગુજરાત અને ઉત્તરપ્રદેશ દેશના રાજકારણમાં માટે ખૂબ જ મહત્વપૂર્ણ રાજ્યો છે ત્યારે દિલ્હીમાં અત્યારથી જ ભાજપ હોય કે કોંગ્રેસ બંને પાર્ટીઓમાં દોડધામ વધી ગઈ છે.
ભાજપ અત્યારે પહેલા ઉત્તરપ્રદેશ પર ફોકસ કરી રહ્યું છે જ્યારે કોંગ્રેસ દેશના અનેક રાજ્યોમાં પહેલા સંગઠન મજબૂત કરવા માટે કામે લાગ્યું છે.વર્તમાન પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા અને વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજીનામું ધરી દીધું છે, છેક સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો બાદ આ રાજીનામાં પડ્યા હોવા છતાં આટલા સમયથી નવા પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી નથી.
આ સિવાય ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવના નિધનથી પણ કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે અને તેમની જગ્યા પર સંગઠનને મજબૂત કરવા માટે નવા કયા ચહેરાને મૂકવામાં આવે તેના પર વિચાર ચાલી રહ્યો છે ત્યારે ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ માટે બે જૂથ હોવાનું માનવામાં આવી રહ્યું છે. પ્રમુખ પદ નક્કી થાય તે પહેલા કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ દિલ્હી પહોંચ્યા છે જ્યાં તેમણે કોંગ્રેસના મોટા મોટા નેતાઓનો સંપર્ક કર્યો હોવાનું સૂત્રો દ્વારા દાવો કરવામાં આવ્યો છે.
આ વખતે પ્રદેશ પ્રમુખ માટે OBC આગેવાનો દ્વારા પહેલાથી દબાણ કરવામાં આવી રહ્યું છે ત્યારે પક્ષ તે મુદ્દે પણ વિચાર કરી રહ્યું છે. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પદ માટે ભરતસિંહ સોલંકી અને અર્જુન મોઢવાડીયાનું જૂથ દાવેદારી કરી રહ્યું છે આમ ગુજરાતના ટોચના નેતાઓ પ્રમુખ બનવા માટે દાવેદારી કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે.
એવામાં ભરતસિંહ સોલંકીએ દિલ્હી પહોંચીને સૌ કોઈને ચોંકાવી દીધા છે.કોંગ્રેસમાં જે બે નામ સૌથી વધારે ચર્ચામાં છે તેમ ભરતસિંહ સોલંકી અને અર્જુન મોઢવાડીયાનું નામ સામે આવ્યું છે. આ બંને નેતા OBC સમાજમાંથી આવતા હોવાથી તેમને તક મળે તેવી શક્યતા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર જૉ કોંગ્રેસમાં OBC નેતાને કમાન સોંપવામાં આવે તો કાર્યકારી પ્રમુખ તરીકે અન્ય કોઈ એન્ટાની નિમણૂક કરવામાં આવશે.
ARJUN MODHWA