ગુજરાત

ધોરણ 10 બોર્ડના વિદ્યાર્થીઓના માર્ક્સ ને લઈને આવ્યા મોટા સમાચાર, જાણો

ધોરણ 10ના વિદ્યાર્થીઓને પાસ કરવામાં આવશે આ પદ્ધતિ મુજબ બે ભાગમાં માર્ક્સ આપવામાં આવનાર છે જેમાં પ્રથમ ભાગમાં શાળાકીય આંતરિક મૂલ્યાંકન કરાશે. જે કુલ 20 માર્ક્સનું હશે. તો બીજા ભાગમાં 80 ગુણનું મુલ્યાંકન કરાશે ત્યારે શિક્ષણ વિેભાગે તમામ શાળાઓને વેબસાઈટ પર ઓનલાનઈ માર્ક્સ મુકવાના આદેશ આપ્યા છે.આજથી ધો.૧૦ના વિદ્યાર્થીઓના મૂલ્યાંકન ગુણ મુકાવાની પ્રક્રિયા ચાલુ થવા જઈ રહી છે.

શિક્ષણ વિભાગે રાજ્યની તમામ શાળાઓને સુચના આપી આજથી વેબસાઈટ પર ધોરણ 10ના માર્ક્સ મુકવાની સુચના આપી છે. ગુજરાત શિક્ષણ બોર્ડે આગામી 17મી જૂન સુધીમાં તમામ શાળાઓને વિદ્યાર્થીઓના મૂલ્યાંકન ગુણ ઓનલાઈન વેબસાઈટ પર મુકવાનું જણાવ્યું છેગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ માર્કસ અપલોડ કરવાની અંતિમ તારીખ 17 જૂન અપા છે અને શાળાના તમામ આચાર્યોને નિયસ સમયની અંદર માર્ક્સ મુકવાનો આદેશ કર્યો છે.

પરીક્ષા સચિવ બી.એ ચૌધરીનીએ તમામ માધ્યમિક શાળાઓના આચાર્યને જણાવ્યું છે કે ધોરણ -૧૦ અને સંસ્કૃત પ્રથમાના પરીક્ષાર્થીઓની આંતરીક મૂલ્યાંકન ગુણ, માધ્યમિક કક્ષાના માળખા મુજબના ગુણ તથા શાળા કક્ષા વિષયના ગુણ બોર્ડની વેબસાઇટ gseb.org અને sscmarks.gseb.org પરથી શાળા દ્વારા ઓનલાઇન તા.8 જૂન 2021ના રોજ સવારે 11 કલાકથી 17 જૂન 2021 ના રોજ સાંજે 5 કલાક સુધીમાં ભરવાના રહશે.મહત્વનું છે કે રાજ્યની તમામ શાળાઓમાં સોમવારથી નવા શૈક્ષણિક વર્ષનો ઓનલાઈન પ્રારંભ થયો છે. નવા વર્ષમાં વિદ્યાર્થીઓ સ્કૂલે નહીં જાય પરંતુ ઘરે બેસીને જ અભ્યાસ કરશે. જ્યારે તમામ શાળાઓમાં 100 ટકા સ્ટાફને હાજર રાખવાની સૂચના અપાઈ છે.

આમ, ઉનાળું વેકેશન પૂરું થયા બાદ ફરી એકવાર વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય શરૂ થશે. વિદ્યાર્થીઓને 18 જૂન સુધીમાં પાઠ્યપુસ્તકો આપી દેવા માટે શાળાઓને સૂચના અપાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *