પૂણેની કેમિકલ ફેકટરીમાં આગ લાગતા 20 મહિલા સહિત 17 કર્મચારીઓના મોત,પુણેના પિરંગુટ MIDC વિસ્તારમાં સેનિટાઈઝર બનાવતી એક ફેક્ટરીમાં સાંજે આશરે 5 વાગ્યાની આસપાસ ભીષણ આગ લાગી હતી.
આગને લીધે ફેક્ટરીમાં ફસાયેલી 37 પૈકી 15 મહિલા કર્મચારી સહિત 17 લોકોના મોત નિપજ્યાં છે. અત્યાર સુધીમાં 20 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. ફેક્ટરમાંથી નિકળેલો ધુમાડો આજુબાજુના વિસ્તારોમાં ફેલાઈ ગયો હતો,પ્રાપ્ત થતી માહિતી અનુસાર SVS નામની આ કેમિકલ ફેક્ટરીમાં ક્લોરિન ડાયોક્સાઈડ બનાવવામાં આવતું હતું. કોરોના સંક્રમણ દરમિયાન સેનિટાઈઝરનું પ્રોડક્શન કરાઈ રહ્યું હતું. દુર્ઘટના પછી માલિક ફરાર થઈ ગયો છે.
SVS કેમિકલ્સ નામની ફેક્ટરીમાં ધુમાડો ભરાઈ જવાને કારણે બચાવની કાર્યવાહીમાં પણ મુશ્કેલીઓ સર્જાઈ રહી છે. અનુમાન લગાવાઈ રહ્યું છે કે ધુમાડાના સંપર્કમાં આવેલો મજૂર ફેક્ટરીની અંદર બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો.ક્લોરીન ડાયોક્સાઈડને ડિસ્ટિલ વોટરમાં સોડિયમ ક્લોરાઈડ ભેળવીને તૈયાર કરવામાં આવે છે. આ સાફ-સફાઈનું કામ હાથ ધરાયું છે.
નામ જોવા જઈએ તો આ ક્લોરીન અને બ્લીચની આસપાસ જણાઈ રહ્યું છે. તજજ્ઞોના જણાવ્યા પ્રમાણે આ એક જંતુનાશક છે, જેનો ઉપયોગ ઉદ્યોગોમાં કરવામાં આવે છે. આનો વપરાશ ખાવા-પીવામાં કરવામાં આવતો નથી.