નવી માર્ગદર્શિકા મુજબ કેંદ્ર સરકાર રસી ઉત્પાદકો પાસેથી 75 ટકા રસી ખરીદશે અને તે રાજ્યોને વિના મૂલ્યે આપશે. જો કે ખાનગી હોસ્પિટલો માટે રસીના ભાવ ફાર્માસ્યુટિકલ કંપનીઓ દ્વારા નક્કી કરવામાં આવશે.રાજ્યો કેંદ્રમાંથી જે રસી મેળવશે તે મુજબ રાજ્ય સરકારો રસીઓને જિલ્લાઓમાં વહેંચશે. અહીં આરોગ્ય કર્મચારીઓને અગ્રતા આપવામાં આવશે.
ત્યારબાદ 45 વર્ષથી વધુ વય ધરાવતા લોકોને પ્રાધાન્ય આપવામાં આવશે અને તે પછી જેમને બીજો ડોઝ લેવાનો છે તેમને પસંદગી આપવામાં આવશે. રાજ્ય સરકારે અગ્રતા જાતે નક્કી કરવી પડશેનવી માર્ગદર્શિકા અનુસાર રાજ્યમાં 18 થી વધુ ઉંમરના લોકોને રસીકરણ (Vaccination)ની પ્રાયોરિટી છેલ્લે રહેશે.
જેમાં 18 થી વધુ ઉંમરના લોકોને રસી માટે રાજ્ય સરકારે અગ્રતા જાતે નક્કી કરવી પડશે. આમાં સૌથી મહત્ત્વની બાબત એ છે કે કેન્દ્ર સરકાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને વસ્તી, રોગનો ફેલાવો અને રસીકરણની પ્રગતિના આધારે રસી(Vaccine)ના ડોઝ ફાળવશે.આ રસીના રાજ્યમાં બગાડની ફાળવણી પર નકારાત્મક અસર પડશે.આ પૂર્વે જૂની નીતિ મુજબ કેંદ્ર સરકાર રસીનો 50 ટકા હિસ્સો ખરીદતી હતી. પરંતુ હવે તે 75 ટકા ખરીદી કરશે.
જૂની નીતિ મુજબ 25 ટકા રાજ્યોએ આ રસી ખરીદવી પડી હતી. પરંતુ નવી નીતિ મુજબ રાજ્યો હવે આ રસી ખરીદશે નહીં. જોકે, ખાનગી હોસ્પિટલો માટે નવી નીતિમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.