ICC ટેસ્ટ રેન્કિગમાં ભારત નંબર 1 અને ન્યૂઝીલેન્ડ નંબર-2 પર છે. આના સિવાય ભારતના આકાશ ચોપડા સહિત 5 ક્રિકેટ પંડિતોનું માનવું છે કે કેન વિલિયમ્સનની ટીમ કિંગ કોહલીની વિરાટ સેના પર ભારે પડી શકે છે.
વળીં, ન્યૂઝીલેન્ડના દિગ્ગજ ક્રિકેટર સર રિચર્ડ હેડલીનું માનવું છે કે બંને ટીમ પ્રબળ દાવેદાર છે જેથી કોણ જીતશે એ અંગે અનુમાન લગાડવું ઘણું મુશ્કેલ છે.ભારતીય ટીમ 3 જૂનના રોજ ઈંગ્લેન્ડ પહોંચી છે અને 6 જૂનથી ગ્રુપમાં ખેલાડીઓને તાલીમ શરૂ કરવાની અનુમતિ આપી હતી. ન્યૂઝીલેન્ડની ટીમ 17 મેના રોજ ઈંગ્લેન્ડમાં છે અને લગભગ 12 દિવસની તાલીમ લીધા પછી ઈંગ્લેન્ડ વિરૂદ્ધ એક ટેસ્ટ પણ રમી ચૂકી છે.
કીવી ટીમ 10 જૂનથી ઈંગ્લેન્ડ વિરૂદ્ધ બીજી ટેસ્ટ મેચ રમશે. તજજ્ઞોના જણાવ્યા પ્રમાણે સતત આંતરરાષ્ટ્રીય સ્તર પર પ્રદર્શન કરવાને કારણે ન્યૂઝીલેન્ડની ટીમ ડ્રાઈવિંગ સીટ પર રહેશે. આની સાથે ફાઈનલ મેચમાં ડ્યૂક બોલનો ઉપયોગ કરાશે, જેથી ન્યૂઝીલેન્ડના બોલરને પણ આનાથી ઘણો ફાયદો પહોંચી શકે છે.ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન વૉનના આધારે ન્યૂઝીલેન્ડની ટીમ WTC ફાઈનલની ટ્રોફી પોતાને નામ કરશે. સ્પાર્ક સ્પોર્ટના એક ઈન્ટર્વ્યૂ દરમિયાન વૉને કહ્યું હતું કે ઈંગ્લિશ કંડિશન અને ડ્યૂક બોલ ટ્રેન્ટ બોલ્ટ અને ટિમ સાઉથી જેવા બોલર્સ માટે સહાયક રહેશે.
ભારતીય પૂર્વ ક્રિકેટર વીવીએસ લક્ષ્મણે કહ્યું હતું કે ટીમ ઈન્ડિયા ટ્રોફી જીતવા માટે ફેવરિટ છે. તેઓએ સ્પોર્ટ સ્ટારને નિવેદન આપ્યું હતું કે બંને ટીમ પ્રબળ દાવેદાર છે. પરંતુ ભારત પાસે ફાઈનલ જીતવાની તક વધારે છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ ફાસ્ટ બોલર બ્રેટ લીએ જણાવ્યું હતું કે બંને ટીમ સારૂ પ્રદર્શન દાખવીને આવી છે, પરંતુ ન્યૂઝીલેન્ડની ટીમ પાસે ઈંગ્લિશ કંડીશનમાં બોલિંગ કરી શકે એવા નિષ્ણાત બોલરો છે,
ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર પેટ કમિન્સે પોતાની યૂ ટ્યૂબ ચેનલમાં જણાવ્યું હતું કે ફાઈનલની મેચ ઘણી રસપ્રદ રહેશે. ન્યૂઝીલેન્ડની ટીમ પાસે સારી બોલિંગ લાઈનઅપ હોવાથી તેઓ ઓવરકાસ્ટ કન્ડિશનમાં ભારતીય બેટિંગ લાઈનઅપને મુશ્કેલીમાં મુકી શકે છે.ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન બ્રેન્ડનના આધારે કેન વિલિયમ્સનની ટીમ પાસે ફાઈનલ જીતવાની 60 ટકા સુધીની તક રહેલી છે. એ
ઈગ્લેન્ડના પૂર્વ સ્પિનર મોંટી પાનેસરે જણાવ્યું હતું કે ભારતીય ટીમનું પલડું ભારે છે. સાઉથહેમ્પટનની પીચ પર સ્પિનરને ટર્ન મળી શકે છે અને જે દિવસે-દિવસે વધતી જશે. અશ્વિન અને જાડેજા ભારતીય ટીમમાં મહત્ત્વપૂર્ણ ભાગ ભજવશે. પૂર્વ ભારતીય ક્રિકેટર આકાશ ચોપરાએ કહ્યું હતું કે ન્યૂઝીલેન્ડની ટીમનું પલડું ભારે છે. ફાઈનલ મેચમાં આ ટીમ જીતી શકે છે. વિરાટની ટીમ વિદેશી જમીન પર સારું પ્રદર્શન કરી શકી નથી.
આકાશે કહ્યું- આપણે કીવી ટીમને ક્યારેય પણ ઓવરકાસ્ટ કંડિશનમાં હારનો સ્વાદ ચખાડ્યો નથી. જે ટીમ ઓસ્ટ્રેલિયામાં જીતીને આવી હતી, એને ન્યૂઝીલેન્ડમાં પડકારોનો સામનો કરવો પડ્યો હતો. ન્યૂઝીલેન્ડમાં આપણી મેઈન પ્લેઈંગ-11 રમી રહી હતી. સાઉથહેમ્પટનમાં પણ ઓવરકાસ્ટ કંડિશન હોવાથી ભારતીય ટીમને મુશ્કેલી પહોંચી શકે છે.