ભારત

મોદી સરકારે કમર કસી, એક ઝાટકે રિલાયન્સને પછાડી હવે આ બની જશે દેશની સૌથી મોટી કંપની

મોદી સરકારે કમર કસી, એક ઝાટકે રિલાયન્સને પછાડી હવે આ બની જશે દેશની સૌથી મોટી કંપની,બ્લૂમર્ગના રિપોર્ટ પ્રમાણે, સરકાર LICના IPO સંબંધિત આ મહિને ઇન્વેસ્ટમેન્ટ બેંકો પાસેથી પ્રપોઝલ માગી શકે છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, કેટલાક અઠવાડિયામાં સરકાર દ્વારા ઇન્વીટેશન મોકલવામાં આવી શકે છે. જાણકારી પ્રમાણે, માર્ચ 2022 સુધીમાં આ મામલે નિર્ણય લેવાઈ શકે છે. જેફરીફ ઈન્ડિયાના પ્રખર શર્માના જણાવ્યા પ્રમાણે, LICનો IPO આવ્યા બાદ કંપનીનું વેલ્યૂએશન 19થી 20 લાખ કરોડ રૂપિયા સુધીનું આંકવામાં આવી શકે છે.

વર્તમાન સમયમાં રિલાયન્સનું માર્કેટ 14 લાખ કરોડ છે અને માર્કેટ કેપના હિસાબથી તે દેશની સૌથી મોટી કંપની છે, તો LICની ટોટલ એસેટ્સ 439 બિલિયન ડોલરથી વધુ છે અને લાઈફ ઇન્શ્યોરન્સ સેક્ટરમાં કંપનીનો માર્કેટ શેર આશરે 70 ટકા જેટલો છે. જાહેર વેપારી કંપનીઓના કુલ બજાર મૂલ્યમાં તેનો હિસ્સો ઘટીને માત્ર 3.66 ટકા રહી છે, જે અત્યાર સુધીનો સૌથી નીચો સ્તર છે.

આ માહિતી પ્રાઇમ ડેટાબેસ દ્વારા આપવામાં આવી છે. જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં નિફ્ટીમાં 5 ટકાનો વધારો થયો છે, જેના કારણે એલઆઈસીએ મોટો નફો બુક કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *