આજે દુનિયાભરના સૌથી ધનિક ઉદ્યોગપતિઓમાં તેઓએ સ્થાન મેળવ્યું છે. એકસમયે ફોર્બ્સની યાદીમાં સૌથી ધનિક ઉદ્યોગપતિમાં અગ્રેસર રહેનાર મુકેશ અંબાણી પણ કાળા નાણાના વિવાદથી દૂર રહ્યા નથી.મુકેશ અંબાણી ભારતીય ઉદ્યોગપતિ જે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના (RIL) ચેરમેન, મેનેજિંગ ડિરેકટર અને સૌથી વધુ શેરધારક છે.
ભારતના સફળ બિઝનેસમેન હોવાની સાથે તેઓ સૌથી ધનિક વ્યક્તિઓમાંથી એક છે. મુકેશ અંબાણી અનેક લોકોના આદર્શ છે. સફળ માણસના સંઘર્ષમાંથી ઘણું શીખવા મળે છે જેથી તેમને લાખો લોકો ફોલો કરતા હોય છે. મુકેશ અંબાણીની કેટલીક વાતો તેમને અન્ય બિઝનેસમેન કરતા અલગ રાખે છે. મોટાભાગના વ્યવસાયિકો કે વેપારીઓએ વિચાર્યું હશે કે તે એક દિવસ મુકેશ અંબાણી જેટલો ધનિક બનશે.રિલાયન્સ અંબાણીના કર્તાહર્તા ધીરુભાઈ અંબાણીના મોટા પુત્ર મુકેશ અંબાણીનો જન્મ 19 એપ્રિલ, 1957ના દિવસે યમનમાં થયો. મુકેશ અંબાણી બાળપણથી મહત્વકાંક્ષી રહ્યા હતા. જાણે તેઓ બાળપણથી જાણતા હતા કે પોતાના પિતાના કાળોબારને કેવી રીતે ટોચ પર લઈ જવો.
તમને જાણીને નવાઈ લાગશે કે આજના બિલિયોનર મુકેશ અંબાણીએ કોલેજનો અભ્યાસ છોડી દીધો હતો. મુકેશ અંબાણીએ મુંબઈમાં સ્કુલનું શિક્ષણ મેળવ્યું. ત્યારબાદ મુંબઈ યુનિવર્સિટીમાં કેમેકિલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી. મુકેશ અંબાણી MBA કરવા સ્ટેનફોર્ડ યુનિવર્સિટી ગયા. એક વર્ષમાં તેઓ અભ્યાસ છોડી ભારત પરત આવી ગયા.વર્ષ 1981માં મુકેશ અંબાણી રિલાયન્સ ગૃપમાં સામેલ થયા. મુકેશ અંબાણીએ શરૂઆતમાં ટેક્સટાઈલથી પોલીએસ્ટર ફાઈબર અને પછે પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રમાં પોતાનું નસીબ અજમાવ્યું. ત્યારબાદ એક પછી એક સફળતાના શિખર મુકેશ અંબાણી સર કરતા ગયા.
મુકેશ અંબાણીની ઉપલબ્ધિઓની વાત કરીએ તેઓએ વિશ્વની સૌથી મોટી પેટ્રોલિયમ રિફાઈનરીની સ્થાપના જામનગરમાં કરી.26 બિલિયન ડૉલરમાં નિર્માણ પામેલી રિફાઈનરીમાં પેટ્રોકેમિકલ, પાવર જનરેશન, પોર્ટની પણ હિસ્સેદારી છે.મુકેશ અંબાણીએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રી મારફતે અનેક ક્ષેત્રોમાં સફળતા મેળવી ત્યારબાદ વર્ષ 2002માં ધીરુભાઈ અંબાણીના ડ્રિમ પ્રોજેક્ટ રિલાયન્સ ઈન્ફોકોમ ક્ષેત્રમાં પગ મૂક્યો. આ કંપનીને 31 જુલાઈ વર્ષ 2002માં રજિસ્ટર્ડ કરવામાં આવી.
વર્ષ 2005માં બંને ભાઈ મુકેશ અને અનિલ અંબાણી વચ્ચે તકરાર થઈ. ત્યારબાદ રિલાયન્સ ઈન્ફોકોમની જવાબદારી અનિલ અંબાણી પાસે આવી. ત્યારબાદ મુકેશ અંબાણીએ રિટેઈલ ક્ષેત્રમાં વધારે ધ્યાન કેન્દ્રિત કર્યું અને તેમાં જ સૌથી વધારે રોકાણ કર્યું.આજે અંદાજે 50 અરબ ડૉલરની સંપત્તિ છે. મુકેશ અંબાણીનું માનવું છે કે મોટા સપના જ તમને મોટી સફળતા અપાવે છે.