રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર મુદ્દે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું મોટું નિવેદન, નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલે કોરોનાની સ્થિતિ અંગે જાણકારી આપી નિવેદન કર્યુ છે. તેમણે જણાવ્યું કે, દેશભરમાં કોરોનાની ત્રીજા વેવની શકયતા છે. આ શકયતાના પગલે ગુજરાતમાં પણ સરકાર પૂરતી સારવારનું આયોજન કરી રહી છે.
નાના બાળકોમાં સંક્રમણની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેમાં હોસ્પિટલની તૈયારી રાજ્ય સરકાર યથાવત રાખશે. વડનગરમાં બાળકો માટે 50 પથારીની વ્યવસ્થા કરવામાં આવી છે. મહેસાણા સિવિલમાં બાળકો માટે વેન્ટીલેન્ટર સહિતની સુવિધા કરાશે.તો આ સાથે રાજ્યમાં કોરોનાના આંકડા અંગે પણ DYCM નીતિન પટેલે નિવેદન આપ્યું કે, છેલ્લા 10 દિવસમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ઘટી છે.
આંકડા જોતા સરકાર કોરોના ઉપર કાબુ મેળવવામાં સફળ રહી છે. ગુજરાતમાં ગઈકાલે 1 હજારથી ઓછા કેસ નોંધાયા હતા. ગુજરાતમાં કોરોના સંક્રમણ ઝડપથી કાબુમાં લેવાનુ લક્ષ્ય છે. ગુજરાતમાં એક સમયે 14,000થી વધુ કેસ નોંધાયા હતા.આ સાથે નીતિન પટેલે કહ્યું કે, ગુજરાતમાં જ્યારે 14 હજારથી વધુ કેસ આવતા હતા. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 848 નવા કેસ નોંધાયા છે, તો 12 લોકોના સંક્રમણના કારણે મોત નિપજ્યા છે.