ગુજરાત

ગુજરાતમાં કોરોનાના કેસો ઘટતાની સાથે પ્રતિબંધો થયા હળવા, થશે આ ચાર મોટા ફેરફાર

રાજ્યમાં સરકાર દ્વારા લગાવાયેલા કડક પ્રતિબંધોમાં ધીમે ધીમે છૂટછાટો આપવામાં આવી રહી છે. એવામાં આજથી રાજ્યમાં ઓફિસો, ATMS તથા BRTS બસો, કોર્ટમાં ઓફલાઈન સુનાવણી શરૂ કરવા સહિતની કેટલીક છૂટછાટો સરકાર તરફથી આપવામાં આવી રહી છે.

ત્યારે આવતીકાલથી રાજ્યમાં શું મોટા ફેરફારો થઈ રહ્યા છે, તેના પર એક નજર કરીએ.આવતીકાલથી રાજ્યભરની સ્કૂલોમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થશે. શૈક્ષણિક વર્ષ નવું હશે પરંતુ અભ્યાસની પદ્ધતિ ગતવર્ષની જેવી જ રહેશે.

કોરોનાને કારણે શિક્ષણ પર અસર પડી છે જેના કારણે ગત વર્ષ સમગ્ર શૈક્ષણિક સત્ર દરમિયાન વિદ્યાર્થીઓને ઓનલાઇન જ ભણાવવામાં આવ્યા છે ત્યારે હવે આ વર્ષની શરૂઆત પણ ઓનલાઇન શિક્ષણથી જ થશે. જોકે સ્કૂલમાં સ્ટાફ તથા શિક્ષકોને હાજર રહેવાનું રહેશે.સરકાર દ્વારા જ્યાં સુધી ઑફલાઈન વર્ગ શરૂ કરવા મંજૂરી આપવામાં નહિ આવે ત્યાં સુધી ઓનલાઇન વર્ગ જ ચાલુ રહશે.

સ્કૂલો શરૂ થતી હોવાને કારણે તમામ નિયમોનું પાલન કરવામાં આવશે. સરકારની SOP પ્રમાણે જ સ્કૂલો શરૂ થશે. સ્કૂલોમાં સેનિટાઈઝેશન કરવામાં આવ્યું છે. સ્કૂલમાં આવતા શિક્ષકો અને કર્મચારીઓનું બોડી ટેમ્પરેચર ફરજીયાત રોજ થર્મલ સ્ક્રીનિંગથી ચેક કરવામાં આવશે.રાજ્યના તમામ જિલ્લાઓની અદાલતોમાં પ્રત્યક્ષ સુનાવણી શરૂ કરવાનો નિર્ણય હાઇકોર્ટ દ્વારા લેવામાં આવ્યો છે. માત્ર માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં આવતી અદાલતો વીડિયો કોન્ફરન્સથી ચાલશે.

ગુજરાત હાઇકોર્ટ દ્વારા બહાર પાડવામાં આવેલા સર્ક્યુલરમાં ચાર મહત્વપૂર્ણ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તમામ અદાલતોમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની કોરોનાને લગતી તમામ ગાઈડલાઇનનું પાલન કરવાનું રહેશે. કોર્ટ પરિસરમાં એન્ટ્રી માટે એક જ ગેટ એક જ રહેશે. જ્યારે મુખ્ય ન્યાયિક અધિકારી માટે એકથી વધુ એન્ટ્રી કે એક્ઝિટ ગેટ રહેશે.કોરોનાને કારણે ગુજરાત યુનિવર્સિટી 50 ટકા સ્ટાફ સાથે કાર્યરત હતી. ત્યારે હવે કેસમાં ઘટાડો થતાં 7 જૂનથી ગુજરાત યુનિવર્સિટી 100 ટકા કર્મચારીઓની હાજરી સાથે કાર્યરત રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *