પીએમ મોદીને મારી નાખવાની ધમકી આપનાર ની ધરપકડ, આપ્યું ચોંકાવનારું કારણ

0

વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપનાર વ્યક્તિને દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે.

આ વ્યક્તિનું નામ સલમાન છે. ખજુરી ખાસ પોલીસ મથકે પોલીસે તેની ધરપકડ કરી હતી. આ વ્યક્તિએ 100 નંબરના પીસીઆર પર ફોન કરીને પીએમ મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

પુછપરછ દરમિયાન સલમાને પોલીસને કહ્યું છે કે તે જેલમાં જવા માંગે છે, તેથી તેણે પીસીઆરને બોલાવી પીએમ મોદીને મારી નાખવાનું કહ્યું હતું. જોકે તે થોડા દિવસો પહેલા જ જેલની બહાર આવ્યો હતો.

પોલીસના કહેવા પ્રમાણે પીસીઆર બોલાવ્યા બાદ સલમાને કહ્યું હતું કે મારે મોદીને મારવાનું છે. આ પછી, તકનીકી સર્વેલન્સના આધારે આરોપી સલમાનની ખજુરી ખાસ વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન સલમાને જણાવ્યું હતું કે તે ડ્રગ્સનો વ્યસની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed