પ્રેટોલના વધતા ભાવને જોતા PM મોદીએ કરી મોટી જાહેરાત, મધ્યમ વર્ગ અને ખેડૂતોને થશે મોટો લાભ, જાણવુ અત્યંત જરૂરી

0

પ્રેટોલના વધતા ભાવને જોતા PM મોદીએ કરી મોટી જાહેરાત, મધ્યમ વર્ગ અને ખેડૂતોને થશે મોટો લાભ,વિશ્વ પર્યાવરણ દિવસ પર આયોજિત સમારોહમાં બોલતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે 2013-14 માં દેશમાં 38 કરોડ લીટર એથેનોલ ખરીદાતું હતું પરંતુ તે હવે આઠ ગણું વધીને લગભગ 320 કરોડ લીટર થઈ ગયું છે.

ગયા વર્ષે પેટ્રોલિયમ કંપનીઓએ 21,000 કરોડનું એથેનોલની ખરીદી કરી હતી અને તેનો મોટો ભાગ દેશના ખેડૂતો, અને ખાસ કરીને શેરડી પકવતા ખેડૂતોને ફાળે ગયો હતો અને તેને કારણે તેમને ખૂબ મોટો લાભ થયો હતો.

તેમણે કહ્યુંકે હવે એથેનોલ 21 મી સદીના ભારતની પ્રાથમિકતા સાથે જોડાઈ ગયું છે.એથેનોલ પર ધ્યાન કેન્દ્રીય કરવાથી પર્યાવરણની સાથે ખેડૂતોના જીવન પર પણ મોટી અસર પડી રહી છે.પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે અમે પેટ્રોલમાં 20 ટકા એથેનોલના મિશ્રણનું લક્ષ્ય 2025 સુધી પૂરુ કરી લેવાનો સંકલ્પ લીધો છે.

ગયા વર્ષે સરકારે 2022 સુધી ઈંધણ ગ્રેડના એથેનોલના 10 ટકા પેટ્રોલમાં મિશ્રણ કરવાનું લક્ષ્ય નિયત કર્યું હતું. મોદીએ કહ્યું કે 2014 સુધી ભારતમાં સરેરાશ ફક્ત દોઢ ટકા એથેનોલનું મિશ્રણ થતું હતું પરંતુ આજે હવે આની સંખ્યા 8.30 ટકા થઈ ગયું છે.શેરડી, ઘઉં અને નકામા તથા નાના ચોખામાં તથા કૃષિની બીજી પેદાશોમાંથી એથેનોલ બહાર કાઢવામાં આવે છે. એથનોલથી ખૂબ ઓછું પ્રદુષણ થાય છે અને ખેડૂતોને આવકનો બીજો પણ વિકલ્પ પણ મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed