રાજ્યના આ વિસ્તારોમાં ભારે ગાજવીજ સાથે ત્રાટક્યો વરસાદ, અહીં તો બરફના કરા પડ્યા

0

રાજ્યના આ વિસ્તારોમાં ભારે ગાજવીજ સાથે ત્રાટક્યો વરસાદ, અમદાવાદ શહેરમાં રાત્રીના 9 કલાક આસપાસ કાળા ડિબાંગ વાદળો છવાયા હતા. ત્યારબાદ શહેરના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો.

તેમજ ગાંધીનગરના કલોકમાં ભારે વરસાદ સાથે કરાનો વરસાદ થયો હતો.અમદાવાદના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે.

શહેરના અનેક વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા. ત્યારબાદ ભારે વરસાદ શરૂ થયો છે. ત્યારે દિવસ દરમિયાનના અસહય ઉકળાટ બાદ અચાનક વરસાદ પડતા વાતાવરણમાં ઠંડો પવન આવતા લોકોને ગરમીથી પણ રાહત મળી હતી.શહેરના ગોતા, એસજી હાઈવે, બોપલ, સોલા, શીલજ, જગતપુર, ચાંદખેડામાં ભાર વરસાદ શરૂ થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed