રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, જાણો

0

રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, 9થી 11 જૂન સુધી ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડશે. પૂર્વ પટ્ટી, ઉત્તર ગુજરત, સૌરાષ્ટ્રમાં પ્રિ મોનસુન એક્ટિવિટી શરૂ થઇ ગઇ છે.આગામી 11 અને 12 જૂને કેટલીક જગ્યાએ ગાજવીજ સાથે વરસાદ પડશે. 15થી 19 જૂને પણ ગુજરાતમાં કેટલીક જગ્યાએ હળવો વરસાદ થશે.

જ્યારે મધ્ય અને પૂર્વ ગુજરાતમાં હળવા વરસાદની સંભાવના છે. સત્તાવાર ચોમાસુ બેચવાના હજુ 20 દિવસની વાર છે.બે દિવસ પહેલા પણ રાજ્યમાં અનેક જિલ્લાઓમાં વરસાદ પડ્યો હતો જેને લઈ હવે ચોસમાસું આગળ વધે તેવું વર્તાઈ રહ્યું છે હવામાન વિભાગ આગામી 20 જુન સુધી ચોમાસું બેસે તેવું જણાવ્યું છે એ પહેલા પ્રિ-મોન્સુન એક્ટિવિટીને લઈને પણ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં પવન સાથે વરસાદ પડી શકે છે.

તેમજ વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે.હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં ત્રણ કે ચાર દિવસ સુધી વરસાદ પડે તેવું જણાવ્યું છે. જ્યારે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં આગામી 48 કલાક વરસાદી માહોલ છવાયેલો રહે તેવું જણાવ્યું છે.

ગાંધીનગર, અમદાવાદ, મહીસાગર, સુરત, તાપી, પંચમહાલમાં પણ વરસાદ પડે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. એક તરફ કોરોના કાળ ચાલી રહ્યો છે ત્યારે બીજી તરફ ચોમાસું નજીક આવી રહ્યું છે ત્યારે કોરોના કાળમાં વરસાદને લઈને નાગરિકોને મુશ્કેલી ન પડે તેને લઈને શહેરમાં પ્રિ-મોન્સુનની કામગીરી કરવામાં આવી છે કે નહી તેને લઈ સવાલ ઉઠી રહ્યા છે.

રાજ્યમાં એક કે બે ઈંજ પડેલા વરસાદ બાદ પણ કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. વરસાદને કારણે કેટલીક જગ્યાએ વીજપુરવઠો પણ ખોરવાયો હતો તો વૃક્ષો પણ ધારાશાયી હતા જો કે કોઈ જાનહાનિ સર્જાઈ હતી.

શહેરમાં ચોમાસાની સિઝન દરમિયાન અંડરપાસમાં પણ પાણી ભરાઈ જતા હોય છે જેને કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામોન કરવો પડતો હોય છે.
ચોમાસામાં અંડરપાસનું મોનિટરિંગ કરવું તેમજ ચોમાસામાં ટ્રાફિકવ્યવસ્થાપન કરવું સાથે જ ડ્રેનેજની લાઈનો સાફ કરવા સહિત પ્રિ-મોન્સુનની કામગીરી કરવામાં આવતી હોય છે પરતું ચોમાસામાં તંત્રની પોલ છતી થતી હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed