ભારતમાં મળ્યો કોરોનાનો નવો વેરિયન્ટ, માત્ર સાત દિવસમાં જ દર્દી પર કરે છે ખતરનાક અસર

0

ભારતમાં મળ્યો કોરોનાનો નવો વેરિયન્ટ, માત્ર સાત દિવસમાં જ દર્દી પર કરે છે ખતરનાક અસર,ભારતમાં કોરોનાનો વધુ એક નવો વેરિઅન્ટ B.1.1.28.2 મળી આવ્યો હોવાનો ધડાકો થયો છે.

આ વાયરસ બહુ ખતરનાક છે અને માત્ર 7 જ દિવસમાં દર્દીનું વજન ઘટાડવા લાગે છે. વાયરસનો આ વેરિઅન્ટ સૌથી પહેલાં બ્રાઝિલમાંથી મળી આવ્યો હતો.આલ્ફા, બીટા, ગામા અને ડેલ્ટા બાદ ભારતમાં મળી આવેલા આ વેરિયન્ટ B.1.1.28.2ને વિજ્ઞાનીઓ બહુ ખતરનાક માને છે.

આ વેરિઅન્ટ ખૂબ જ ઝડપથી શરીરનું વજન ઘટાડી શકે છે અને ડેલ્ટાની જેમ તે પણ વધુ ગંભીર અને એન્ટીબોડી ક્ષમતા ઘટાડી શકે છે. પહેલાં એવું મનાતું હતું કે બ્રાઝિલથી માત્ર એક જ વેરિઅન્ટ ભારત આવ્યો છે પણ હવે વિજ્ઞાનીએ સ્પષ્ટતા કરી છે

બ્રાઝિલથી એક નહીં પણ બે વેરિઅન્ટ ભારતમાં આવ્યા હતા અને આ બીજો વેરિએન્ટ B.1.1.28.2 ખૂબ જ ઝડપી હોવાથી ઝડપથી ચેપ લગાડે છે.
પુણે ખાતે આવેલી નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ વાયરોલોજીના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે B.1.1.28.2 વેરિએન્ટ વિદેશથી આવેલા બે લોકોમાંથી મળી આવ્યો હતો.

તેનું જીનોમ સિક્વન્સિંગ કર્યા બાદ પરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું કે જેથી તેની અસર અંગે જાણ થઈ શકે.અભ્યાસ પ્રમાણે જ્યારે બે લોકોમાં આ વેરિએન્ટ મળી આવ્યો ત્યારે તેમનામાં કોઈ લક્ષણો નહોતાં જણાઈ રહ્યા પણ આ વેરિએન્ટથી સીરિયાઈ હૈમસ્ટરને સંક્રમિત કરવામાં આવ્યા તો ગંભીરતાની જાણ થઈ. હજુ સુધી ભારતમાં આ વેરીયન્ટના વધુ કેસ નથી નોંધાયા. બીજી તરફ કોરોના વાયરસના ડેલ્ટા વેરિએન્ટના સૌથી વધારે કેસ સામે આવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed