કોઈ પણ ઇલેક્ટ્રિક વાહન ખરીદનાર માટે ખુશખબરી, સરકાર આપશે આ મોટી રાહત, જાણો

0

ઈંધણની ખપત અને પેટ્રોલ-ડીઝલના કુવાઓ ખાલી થઈ જવાની ભીતિને ધ્યાનમાં રાખીને હવે નવી ટેકનોલોજી વિકસાવવામાં આવી છે. ઈંધણના વિકલ્પ તરીકે હવે બેટરી આધારીત વાહનો તૈયાર કરવામાં આવી રહ્યાં છે. ત્યારે સરકારે પણ આવા ઈલેક્ટ્રીક વાહનો ખરીદનારને મોટી રાહત આપવાનું નક્કી કર્યું છે.ભારતની વાત કરીએ તો અહીં દિન-પ્રતિદિન વાહનોની સંખ્યા વધતી જાય છે.

જેને કારણે પ્રદૂષણનું પ્રમાણ પણ સતત વધી રહ્યું છે. એવામાં ઈલેક્ટ્રીક વાહનો પ્રદૂષણ ઘટાડવા માટે શ્રેષ્ઠ વિકલ્પ બની રહેશે. ત્યારે સરકાર પણ પેટ્રોલ-ડીઝલના બદલે આવા ઈલેક્ટ્રીક વાહનો ખરીદનારનો ઉત્સાહ વધારવા માટે તેમને પ્રોત્સાહન આપવા માંગે છે.ઇલેક્ટ્રિક વ્હીકલોને લઇને કેન્દ્ર સરકાર દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

સરકારે બેટરીથી ચાલનારા વ્હીકલોની RC બુક લેવા મામલે અને તેને રિન્યુ કરવાના નિયમોમાં ફેરફાર કરવાની તૈયારી કરી લીધી છે. હકીકતમાં, માર્ગ ટ્રાફિક અને રાજમાર્ગ મંત્રાલય તરફથી બેટરીથી ચાલનારા વ્હીકલોને લઇને નોટિફિકેશન જારી કર્યું છે.

હવે એવો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે કે, બેટરીથી ચાલનારા વ્હીકલોને રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (RC) લેવા પર અથવા તો તેના રિન્યુ અને નવા રજિસ્ટ્રેશનવાળા બોર્ડને લેવા માટે ફીની ચૂકવણીમાંથી ફ્રી કરી દીધાં છે. એવામાં જે લોકો ઇલેક્ટ્રિક કાર અથવા તો બાઇક ખરીદવાનો પ્લાન બનાવી રહ્યાં છે, તેઓને જ આ ફાયદો મળવાનો છે. RC બુક પર નહીં લાગે કોઇ ચાર્જ સીધા શબ્દોમાં જો વાત કરીએ તો જો આ પ્રસ્તાવોને સ્વીકારી લેવામાં આવે તો ઇલેક્ટ્રિક વાહનોના રજિસ્ટ્રેશનને લઇને કોઇ જ ચાર્જ આપવાનો નહીં રહે.

તે પહેલાં પણ સરકારે ઇલેક્ટ્રિક ગાડીઓની ખરીદીને પ્રોત્સાહન આપવા માટે સબસિડી જેવાં અનેક પગલાં ઉઠાવ્યાં છે. તમને જણાવી દઇએ કે, આ પહેલાં દિલ્હી સરકારએ ઇલેક્ટ્રિક વ્હીકલોને પ્રોત્સાહન આપવા માટે ઇલેક્ટ્રિકલ વ્હીકલ પોલિસીને લાગુ કરી હતી. ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી અંતર્ગત રોડ ટેક્સ માફી બાદ રજિસ્ટ્રેશન ટેક્સમાં પણ છૂટ આપવાનો નિર્ણય કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed