‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ શોના ચાહકો માટે આવી મોટી ખુશખબર, જાણીને ઉછળી પડશો

0

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના ચાહકો માટે એક ખુબ જ સારા સમાચાર છે. આ શોએ હવે એક વર્લ્ડ રેકોર્ડ બનાવી લીધો છે. આમ તો 3000થી વધુ એપિસોડ પૂરા કર્યા બાદ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ બાદ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સૌથી વધુ એપિસોડવાળો બીજો શો બન્યો છે.

પરંતુ આ શો ટીવી પર સૌથી લાંબા સમયથી ચાલતો શો બની ગયો છે. આ શોએ એક એવી ખ્યાતિ મેળવી છે જે અત્યાર સુધી કોઈએ મેળવી નથી. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો ટીવી પર ચાલી રહેલો એવો શો છે જે સૌથી લાંબા સમયથી ચાલુ છે અને આ રેકોર્ડ બદલ હવે આ શોનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવવા જઈ રહ્યું છે.

2008થી શરૂ થયેલો આ શો હજુ પણ ટીઆરપી ચાર્ટ ગજાવે છે. લોકપ્રિયતામાં ભલભલા શોને પછડાટ આપે છે. તારક મહેતા એક ગુજરાતી મેગેઝીન ચિત્રલેખાની કોલમ દુનિયાને ઊંઘા ચશ્મા પર આધારિત છે. આ શો 2008માં સબ ટીવી પર શરૂ થયો હતો જે અત્યાર સુધી લોકોનું ભરપૂર મનોરંજન કરી રહ્યો છે. \યે રિશ્તા ક્યા કહેલાતા હૈ- સ્ટાર પ્લસ પર આ શો 12 જાન્યુઆરી 2009ના રોજ શરૂ થયો હતો.

તમામ વિવાદ વચ્ચે પણ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની લોકપ્રિયતા યથાવત છે. આ શોની શરૂઆત 2008માં સબ ટીવી પર થઈ હતી અને આથી આ સીરિયલ હિન્દી ટીવીની સૌથી જૂની અને લાંબા સમયથી ચાલતી સિરીયલ બની ગઈ છે. જેના આધારે તેને ગીનિસ બુકમાં નામ મળવા જઈ રહ્યું છે.

બાલિકા વધુની શરૂઆત કલર્સ ચેનલ પર 21 જુલાઈ 2008ના રોજ થઈ હતી અને 31 જુલાઈ 2016ના રોજ તેનો છેલ્લો એપિસોડ પ્રસારિત થયો હતો. 3 મે 2010ના રોજ શરૂ થનારી સીરિયલ સાથ નિભાના સાથીયાએ પહેલી સિઝનમાં 2125 એપિસોડની લાંબી ઈનિંગ રમી. દીપિકા કક્કડ અને અવિકા ગોર સ્ટારર કલર્સની સિરિયલ સસુરાલ સિમર કાનો 25મી એપ્રિલ 2011ન રોજ પોતાનો પહેલો એપિસોડ પ્રસારિત થયો હતો.

2063 એપિસોડ બાદ 2 માર્ચ 2018ના રોજ તેનો છેલ્લો એપિસોડ પ્રસારિત થયો. હવે આ સિરિયલની બીજી સિઝન શરૂ થઈ ચૂકી છે. દિવ્યાંકા ત્રિપાઠી અને કરણ પટેલની આ સિરિયલ સ્ટાર પ્લસ પર 3 ડિસેમ્બર 2013થી 18 ડિસેમ્બર 2019 સુધી ચાલી.

આ સિરિયલને તેના સ્પિન ઓફ યે હૈ ચાહતેએ રિપ્લેસ કર્યો છે. યે હૈ મોહબ્બતે સિરિયલના 1895 એપિસોડ પૂરા થયા હતા. એક્તા કપૂરની પહેલી સુપરહિટ સિરિયલ જેણે હિન્દી ટીવી સિરિયલોમાં ધરખમ ફેરફાર આણી દીધા.

આ સિરિયલનો પહેલો એપિસોડ 3 જુલાઈ 2000ના રોજ પ્રસારિત થયો હતો અને આ સિરિયલનો છેલ્લો એપિસોડ 6 નવેમ્બર 2008ના રોજ પ્રસારિત થયો. સિરિયલે 1833 એપિસોડ્સ પૂરા કર્યા.ઝી ટીવી પર આવતી સિરિયલ કુમકુમ ભાગ્ય 15 એપ્રિલ 2014ના રોજ શરૂ થઈ હતી. આ સિરિયલની એક સ્પિન ઓફ કુંડલી ભાગ્ય પણ કુમકુમ ભાગ્યની સાથે જ ટીઆરપી ચાર્ટમાં ટોપ પર રહે છે.

આ સિરિયલના અત્યાર સુધીમાં 1845 એપિસોડ પૂરા થયા છે. કહાની ઘર ઘર કી સિરિયલ 16 ઓક્ટોબર 2000ના રોજ શરૂ થઈ હતી. 1661 એપિસોડ બાદ 9 ઓક્ટોબર 2008ના રોજ આ સિરિયલનો છેલ્લો એપિસોડ પ્રસારિત થયો. 1549 એપિસોડ સાથે ઉતરન, બાલિકાવધુ, સસુરાલ સિમર કા, બાદ કલર્સ ચેનલનો આ ત્રીજો શો છે જે ખુબ લાંબો ચાલ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed