ગુજરાતમાં 2022 માં મુખ્યમંત્રી પદમાં આ ચહેરો દેખાશે? દિલ્લીમાં ભાજપના દિગગજ નેતાઓના ધામા

0

સેવા જ સંગઠન નામના અભિયાનની પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે તેમજ સંગઠન માળખાને મજબૂત બનાવવા જેવા મુદ્દાઓ પર વિશેષ ચર્ચા કરવામાં આવનાર છે. મહત્વનું છે કે આગામી વિધાનસભાની ચૂંટણીઓને લઈને રાજ્યોના મહાસચિવો અને સંગઠન મંત્રીઓને રાજ્યોના રિપોર્ટ તૈયાર કરી લાવવાની નિર્દેશો પણ કરવામાં આવ્યા છે જેમાં રાજ્યોના રીપોર્ટ રજૂ કરવામાં આવનાર છે.મહત્વનું છે કે પંશ્વિમ બંગાળની ચૂંટણી પહેલા એવી અટકળો વહેતી થઈ હતી કે પશ્વિમ બંગાળમાં ભાજપ જીતશે તો ગુજરાતમાં વિધાનસભા 2022ની ચૂંટણી વહેલા યોજાશે પરતું 2022ના અંતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી વહેલી યોજાવાની છે

તેવી અટકળો પર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પૂર્ણવિરામ મૂકી દીધું હતું અને જણાવ્યું હતું કે રાજ્યમાં સમયસર જ ચૂંટણી યોજાવાની છે. અને કહ્યું હતું કે ચૂંટણી વહેલી યોજાવાની વાતમાં કોઈ તથ્ય નથી.

જો હવે ગુજરતામાં વિધાનસભા 2022ની ચૂંટણી યોજાનાર છે જેને લઈને ગુજરાત ભાજપના નેતાઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાની અધ્યક્ષતામાં મળનારી આ બેઠકમાં ભાગ લેવા ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનના નેતાઓ પહોંચ્યા છે. આ બેઠકમાં અનેક રાજ્યોના મહાસચિવો તેમજ મોટા નેતાઓ ભાગ લેનાર છે મહત્વનું છે કે રાજ્યની 6 મહાનગરપાલિકાઓની સાથે જિલ્લા તેમજ તાલુકા અને ગ્રામપંચાયતોમાં ચૂંટણી યોજાઈ હતી,

તેમાંય આમ આદમી પાર્ટીએ તો સુરતમાં કોંગ્રેસને પણ પાછળ રાખી સૌને ચોંકાવી દીધા છે. અને વિપક્ષ તરીકે સત્તા સંભાળી છે ત્યારે આવનાર વિધાનસભાની 2022ની ચૂંટણીઓમાં કાંટે કી ટક્કર જોવા મળી શકે છે. જેને લઈને ભાજપના મોટા નેતાઓએ દિલ્હીમાં બેઠકનો દોર શરૂ કર્યો છે.
રાજ્યમાં 2017માં જે વિધાનસભા ચૂંટણી થઈ હતી તેમાં ભાજપનો દેખાવ પ્રમાણમાં ખૂબ જ નબળો રહ્યો હતો અને પક્ષને 100થી પણ ઓછી બેઠકો જીતીને સંતોષ માનવો પડ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed