ધોરણ 10 ના વિદ્યાર્થીઓની માર્કશીટને લઈને આવ્યા મહત્વના સમાચાર, જાણો કઈ રીતે તૈયાર થશે

0

રાજ્ય સરકાર દ્વારા ધોરણ 10 ના નિયમિત ઉમેદવારોને માસ પ્રમોશનથી પાસ કરવાનો નિર્ણય લીધો હોવાથી પરિણામને લઇને ઉદભવેલા પ્રશ્નોના નિકાળ માટે ભલામણો મેળવવા માટે સરકારે સમિતિની રચના કરી હતી.

આ સમિતિ દ્વારા ધોરણના વિદ્યાર્થીને માર્કશિટ અને ધોરણ 11 માં પ્રવેશને લઇને જોગવાઇઓની ભલામણો રજુ કરવામાં આવી હતી. આ ભલામણોના આધારે આ મુજબ માર્કશીટ તૈયાર કરવામાં આવશે.

ધોરણ 10ના નિયમિત વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન હાલની પદ્ધતિ મુજબ બે ભાગમાં થાય છે. જેને નીચે જણાવ્યા મુજબ ભાગ 1 અને ભાગ 2 મૂલ્યાંકન કરવાનું રહેશે.

શાળા દ્વારા નિયમિત વિદ્યાર્થીઓને તેઓ દ્વારા પસંદ કરેલ વિષયોમાં બોર્ડ દ્વારા નિયત કરેલ ધારા-ધોરણ મુજબ 20 ગુણનું આંતરિક મૂલ્યાંકન કરવાનું છે.જૂનના અંતિમ અઠવાડિયામાં ઓનલાઇન પરિણામ જાહેર કરવામાં આવશે. ધોરણ 10ની માર્કશીટ કેવી બનશે તે અંગે નિર્ણય લેવામાં આવ્યો છે.

વિદ્યાર્થીઓને ધોરણ 9 સામાયિક કસોટીમાંથી ગુણ અપાશે. ધોરણ 10માં પ્રમોશન આપ્યાના 21મા દિવસે સરકારે નિર્ણય કર્યો છે. વર્ષ 2001 માં કચ્છ ભૂકંપ સમયે કચ્છ વિસ્તારના વિદ્યાર્થીઓને પ્રમોશન આપવામાં આવ્યું હતું. તમામ વિદ્યાર્થીઓને પાસ કરવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed