અહીં કઈક એવું થયું કે દેશભરના ડોકટરો રોષે ભરાય છેવટે અમિત શાહે…

0

આસામના હોજઈ જિલ્લાની એક હોસ્પિટલમાં એક કોરોના દર્દીના મોત બાદ પરિવારજનોએ સમગ્ર મેડિકલ જગત રોષે ભરાય તેવી હરકત કરી હતી. પરિવારજનોએ ભેગા મળી ડોકટરને ઢોર માર મારવામાં આવ્યો હતો.

IMA લખ્યું કે છેલ્લા ઘણા વર્ષોમાં આવા બનાવો વધતાં જઈ રહ્યા છે. આસામના હોજઈ જિલ્લાની એક હોસ્પિટલમાં એક કોરોના દર્દીના મોત બાદ પરિવારજનોએ એક ડોકટરને માર માર્યો. જેના પગલે IMA એ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો હતો.

તેમણે લખ્યું કે ડૉક્ટર સેજ કુમાર પર થયેલા હુમલાની યોગ્ય તપાસ કરવામાં આવે. વધુમાં આ પત્ર લખવામાં આવ્યું છે કે આ ઘટના પર વધુ જલ્દી કાર્યવાહી કરવામાં આવે અને દેશના સ્વાસ્થ્ય કર્મીઓ પર થતાં હુમલા વિરુદ્ધ વધુ કડક કાયદાઓ બનાવવામાં આવે.

કારણકે દેશમાં બની રહેલ આવી ઘટનાઓ એ હિંસક પ્રવૃત્તિ છે. છેલ્લા ઘણા વર્ષોથી આવા હુમલા સતત વધી રહ્યા છે. કોરોના મહામારીમાં બધા જ સ્વાસ્થ્ય કર્મીઓ ઊભા પગે દર્દીઓની સેવા કરી રહ્યા છે અને સ્વાસ્થ્યને લઈ આવતી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.

ભારતમાં આવા હુમલા વિરુધ્ધ સખત કાયદાઓ બનાવવા જ પડશે. સાથે જ તેમણે માંગણી કરી છે કે હોસ્પિટલોને એક સુરક્ષિત સ્થળ તરીકે લેવામાં આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed