ગુજરાતમાં ખેડૂતો માટે પાક ધિરાણને લઈ સરકારે કર્યો મોટો નિર્ણય, જાણો

0

ગુજરાતમાં ખેડૂતો માટે પાક ધિરાણને લઈ સરકારે કર્યો મોટો નિર્ણય,રાજયની નેશનલાઈઝડ, રિજીયોનલ રૂરલ બેંક, સહકારી કે ખાનગી કોઇપણ બેન્કમાંથી ખેડૂતોએ લીધેલા ટુંકી મુદતના પાક ધિરાણ ભરપાઈ કરવાની સમય મર્યાદાની મુદત 30 જૂન સુધી લંબાવવામાં આવી છે.

રાજ્ય સરકાર ખેડૂતો પરના વ્યાજ રાહતનો વધારાનો અંદાજિત રૂ.૨૪૧.૫૦ કરોડનો ખર્ચ ભોગવશે.

તમામ ખેડૂતો માટે 30 જૂન સુધીની રાજ્ય સરકારની ૪ ટકા વ્યાજ રાહત ગુજરાત સરકાર ચૂકવશે.

મુખ્યમંત્રી વિજયભાઈએ કોરોના સંકટના આ સમયે રાજ્યના ધરતી પુત્રોને મોટી આર્થિક રાહત આપતો આ સંવેદનશીલ નિર્ણય કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed