ગુજરાત શિક્ષણ વિભાગની મોટી મુર્ખામી, 6 જૂને સત્ર શરૂ અને 10 માંની માર્કશીટના ઠેકાણા નથી

0

ગુજરાત શિક્ષણ વિભાગની મોટી મુર્ખામી, 6 જૂને સત્ર શરૂ અને 10 માંની માર્કશીટના ઠેકાણા નથી,તમામ ST બસ ભેગા મળીને જેટલી વખત યૂ-ટર્ન નહી લેતી હોય તેના કરતા વધારે વખત યૂ-ટર્ન ગુજરાતનું શિક્ષણ મંત્રાલય છે. એક દિવસ મોટી જાહેરાત કરે અને બીજા દિવસે ફેરવી તોળે.

FRCનો મુદ્દો હોય કે એડમિશનનો, પરીક્ષાની વાત હોય કે રિઝલ્ટની, ગુજરાતનો શિક્ષણ એકાદ વખત લોચો ન મારે એવું બને જ નહી. શિક્ષણનું ખાનગીકરણ કરવામાં માહિર એવા આપણા શિક્ષણ વિભાગનું નવું ભોપાળું જોઈને તમને હસવું આવશે. વાત એવી છે કે, ગુજરાતમાં 6 જૂનથી શાળાઓમાં શૈક્ષણિક સત્ર શરૂ થાય છે.

આ જાહેરાત પણ શિક્ષણ વિભાગે કરી છે. હવે એ જ શિક્ષણ વિભાગે એ પણ જાહેરાત કરી છે કે, જ્યા સુધી 10માં ધોરણની માર્કશીટ ન આવે ત્યા સુધી 11માં ધોરણમાં પ્રવેશ આપવાની પ્રક્રિયા ન કરવી.ખાટલે મોટી ખોટ તો એ છે કે, જે શિક્ષણ ઉભાગે ઉપર જણાવી તે પ્રમાણેની બે જાહેરાતો કરી છે એ જ શિક્ષણ વિભાગે હજુ સુધી 10માં ધોરણના વિદ્યાર્થીઓ માટેની માર્કશીટની ફોર્મ્યૂલા તૈયાર નથી કરી.

10માં ધોરણના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન તો આપી દીધું પરંતુ નિર્ણય લેવામાં ઢીલા એવા આ મંત્રાલયે હજું માર્કશીટની ફોર્મ્યૂલા નક્કી નથી કરી. ફોર્મ્યૂલા નક્કી કર્યા બાદ વિદ્યાર્થીઓને માર્કશીટ મળવામાં 25 દિવસ જેટલો સમય લાગશે અને જ્યા સુધી માર્કશીટ નહી મળે ત્યા સુધી 11માં ધોરણમાં પ્રવેશ પણ નહી મળે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed