બદલાઈ જશે 100 રૂપિયાની નોટ ,જાણો શું છે ખાસિયત, જાણો

0

100 રૂપિયાની નોટમાં પણ ઘણા બદલાવ થયા છે. સાઇઝથી લઇને કલર સુધીના બદલાવ આપણે સ્વિકાર્યા છે. હવે 100 રૂપિયાની નોટ બદલાઇ જશે.

તે વધારે ચમકદાર હશે અને RBIએ કહ્યું છે કે, 100 રૂપિયાની નોટમાં વાર્નિશ લાગશે. હાલમાં તેને ટ્રાયલ બેઝ પર બહાર લાવવામાં આવશે.આ પ્રકારની નવી નોટ પાછળનું કારણ છે કે તે ટકાઉ છે.

આવી નોટથી છેતરપિંડીની ઘટનાઓ ઓછી થશે. લોકો નકલી નોટ લઇને તેને વટાવી દેતા હતા પરંતુ આ નોટની નકલ નહી કરી શકે. એક બીજુ કારણ તે પણ છે કે અત્યારે આપણે જે નોટ યુઝ કરીએ છીએ તે જલ્દી ફાટી જવાની બિક રહે છે અને જો કપડા સાથે ધોવાઇ જાય તો ફાટી પણ જાય છે અંતે તમારુ 100 રૂપિયાનું નુકસાન થાય છે.

ફાટેલી નોટોને રિપ્લેસ કરવી પડે છે અને તેમાં વધારે રૂપિયા ખર્ચાય છે. માટે પ્લાસ્ટિકની નોટ લાવવાનો વિચાર RBI કરી રહી છે. ફીલ્ડ ટ્રાયલ જો સફળ રહેશે તો આ નોટને ધીરે ધીરે માર્કેટમાં લાવવામાં આવશે અને જૂની નોટોને હટાવી લેવામાં આવશે. તેની જગ્યાએ નવી અને વધુ ચમકદાર નોટ આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed