ગુજરાતના વિદ્યાર્થીઓ હવે તેમની માતૃભાષામાં જ એન્જીનીયર ભણી શકશે, જાણો

0

ગુજરાત સહિત સમગ્ર દેશમાં એન્જીનિયરીંગ કોલેજો વધી જતાં અને બેઠકો ખાલી રહેતાં વિદ્યાર્થીઓની તંગી દૂર કરવા માટે હવે અંગ્રેજી ઉપરાંત બીજી આઠ જેટલી ભારતીય ભાષાઓમાં એન્જીનિયરીંગ ભણી શકાય તેવો નિર્ણય ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન દ્વારા લેવામાં આવ્યો છે.

નવા શૈક્ષણિક સત્રથી એન્જીનિયરીંગ ક્ષેત્રના અભ્યાસક્રમો વિવિધ ભાષામાં શરૂ કરી શકાશે.પ્રાદેશિક ભાષાઓમાં એન્જીનિયરીંગ અભ્યાસક્રમની છૂટ આપવા પાછળનું કારણ ગ્રામ્ય તેમજ આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓના સપનાં પૂર્ણ કરવાનું છે.

ગુજરાતમાં મોટાભાગના વિદ્યાર્થીઓને અંગ્રેજી અભ્યાસક્રમ માફક આવતો નહીં હોવાથી તેઓ આ ક્ષેત્રથી દૂર ભાગી રહ્યાં છે તેવા સંજોગોમાં લેવાયેલા નિર્ણય પ્રમાણે હવે વિદ્યાર્થીઓ ગુજરાતીમાં પણ અભ્યાસક્રમ પસંદ કરી શકશે.કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન દ્વારા અંગ્રેજી ઉપરાંત હિન્દી, બંગાળી, તામીલ, તેલુગુ, કન્નડ, મરાઠી, મલયાલમ તેમજ ગુજરાતી ભાષામાં અભ્યાસક્રમ ઉપલબ્ધ કરાવવા માગે છે.

ઉલ્લેખનીય છે કે વિદેશોમાં પણ જર્મની, ફ્રાન્સ, જાપાન અને ચીન જેવા દેશો અંગ્રેજી ઉપરાંત તેમની સ્થાનિક ભાષામાં વિદ્યાર્થીઓને શિક્ષણ આપતા હોય છે.પ્રાદેશિક ભાષામાં અભ્યાસક્રમ શરૂ કરવા માટે કાઉન્સિલને 500 જેટલી રજૂઆત મળી હતી. એન્જીનિયરીંગ અભ્યાસક્રમો માટે ભવિષ્યમાં વધુ 11 ભાષાઓને માન્યતા આપવાનું વિચારાધિન છે. કાઉન્સિલ દ્વારા તમામ ભાષાઓમાં શૈક્ષણિક સામગ્રી ઓનલાઇન પોર્ટલમાં પુરી પાડવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed