અજીબ કિસ્સો, કોરોના નેગેટિવ માતાએ કોરોના પોઝિટિવ બાળકીને આપ્યો જન્મ…

0

ચંદોલીની રહેવાશી સુપ્રિયા પ્રજાપતિને પ્રસવ પીડા ઉપડતાં બીએચયુની સુંદરલાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. ઓપરેશન પહેલા સુપ્રિયાનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો. ટેસ્ટ નેગેટિવ આવતા ડોક્ટરોએ સુપ્રિયાનું ઓપરેશન કરી નાખ્યું.

ડિલિવરી બાદ નવજાત બાળકીનો કોરોના ટેસ્ટ કરાવાયો. રિપોર્ટ જોઈને ડોક્ટરોના હોશ ઉડી ગયા. બાળકીનો રિપોર્ટ આવ્યો હતો કોરોના પોઝિટીવ. જોકે માતા અને બાળકની બન્ને સ્વસ્થ હાલતમાં છે.

બીએચયુ હોસ્પિટલના ચિકિત્સા અધિક્ષક ડો.કે.કે ગુપ્તાએ જણાવ્યું કે આ એક હેરાનીભરી ઘટના છે. વારાણસીના સીએમઓ ડો.બી સિંહે જણાવ્યું કે આ દુર્લભ કેસ છે. આ કેસમાં ફરી વાર માતા અને બાળકીનો ટેસ્ટ કરાવવામાં આવશે.

વૈજ્ઞાનિકો પણ હેરાન બીએચયુના જીવવિજ્ઞાની પ્રોફેસર જ્ઞાનેશ્વર ચોબેએ જણાવ્યું કે આ દુનિયાની અનોખી ઘટના છે જેમાં નવજાત બાળકી કોરોના પોઝિટીવ છે અને માતા કોરોના નેગેટિવ. આવી સ્થિતિમાં ફરી વાર માતા અને બાળકની તપાસ કરાવવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed