કોવિડ હોસ્પિટલ માં ફરી કૈભાંડો શરૂ ,2 કરોડ ની કૌભાંડ થયું તો પણ સરકાર….

0

કાગળ પર કોરોના પોઝિટિવના ભૂતિયા દર્દીઓ ઊભા કરીને હોસ્પિટલના બેડ ભરાયેલાં હોવાનું કહીને સરકારને રૂા. 2 કરોડનો ચૂનો ચોપડવાનું કૌભાંડ જાહેર થયાને 12-12 દિવસનો સમય વીતી ગયો હોવા છતાં પણ જે 234 દર્દી તંત્ર દ્વારા ધીરજ હોસ્પિટલમાં ગણવામાં આવ્યા હતા, તેમાં ફ્રી બેડ પર કેટલા હતા અને પેડ બેડ પર કેટલા દર્દીઓ હતા એનો હિસાબ જાહેર કરવામાં તંત્ર ગલ્લા-તલ્લા કરી રહ્યું છે.

આ સિવાય અમારે અન્ય કામો છેઃ આરોગ્ય વિભાગ
કૌભાંડ જાહેર થયાના પહેલા દિવસથી જ અધિકારીઓ પેડ બેડ પર પણ દર્દીઓ ઓછા હતા એવું ગાણું ગાઇ રહ્યા છે, એટલે ફ્રી બેડ પર દર્દી વધુમાં વધુ બતાવવા અને એ રીતે છટકબારી કરવાનો સમય પણ આવી રહ્યો હોય એવું ચિત્ર ઊપસી રહ્યું છે. 3 કમ્પ્યુટર-રજિસ્ટર કબજે લીધા બાદ પણ તપાસ ચાલુ છેના ઓઠા હેઠળ નક્કર માહિતી તંત્ર દ્વારા જાહેર કરાતી નથી. એક ઉચ્ચ અધિકારી તો ખૂબ જ મહત્ત્વના દર્દીઓના વર્ગીકરણની તપાસની મંથરગતિ વિશે પૂછતાં કહે છે કે જિલ્લા આરોગ્ય અધિકારી પાસે આ સિવાયની પણ ઘણી કામગીરીઓ હોય છે!

બીજી તરફ, કોઇ તલાટી હિસાબમાં રૂા. 200ની ભૂલ કરે તો ફોજદારી કાર્યવાહી કરાય છે, જ્યારે 2 કરોડ જેવી માતબર રકમ ચાંઉ કરવાના ઇરાદે કરાયેલા જગજાહેર કૌભાંડના સૂત્રધારો સામે એફઆઇઆર કરવાની તંત્રમાં હિંમત કેમ નથી? તપાસના નામે સમય પસાર કરીને કૌભાંડમાં ભીનું સંકેલવાનો કારસો શરૂ થઇ ગયો હોય એવી પણ ચર્ચા ચાલી રહી છે. સૂત્રના જણાવ્યા મુજબ, ગાંધીનગરમાં મોટી વગ ધરાવતા એક રાજકારણીના પીએનું સંતાન સુમનદીપ વિદ્યાપીઠની ધીરજ હોસ્પિટલમાં અભ્યાસ કરે છે અને એને લીધે અભયવચન મળ્યું હોય એવી શક્યતા નકારી શકાય નહીં.

અન્ય હોસ્પિટલમાં કેટલા દર્દીએ સારવાર લીધી એ તપાસનો વિષય
ધીરજ હોસ્પિટલ જિલ્લા આરોગ્યતંત્રના તાબા હેઠળ હતી, પણ વહીવટ શહેરના અધિકારીઓ કરતા હતા. બેડને લગતા નિર્ણય શહેરના અધિકારીઓ કરતા હતા. કૌભાંડ બહાર આવ્યું ત્યારે તેની તપાસની જવાબદારી જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને સોંપાઇ હતી. આજની તારીખે જિલ્લાના કુલ દર્દીની સંખ્યા વધુ છે, ત્યારે ધીરજ જ નહીં, પારુલ અને પાયોનિયર હોસ્પિટલમાં ગામડાંના કેટલા દર્દીએ સારવાર લીધી એ તપાસ માગતો વિષય છે. ડીડીઓએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું હતું કે ડેસર, સાવલી કે અન્ય તાલુકામાંથી કોરોનાના દર્દી આવે છે એની સારવાર એસએસજી કે ગોત્રીમાં થાય તેના કરતાં ધીરજ હોસ્પિટલમાં થાય તેવા આશયથી એમઓયુ કરાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed