લોકપ્રિય મિય ખલીફા નું આ સોશ્યલ મીડિયા એકાઉન્ટ બ્લોક થયું તો લોકો થય ગય બેબાકળા

0

પાકિસ્તાન સરકારે 2 વખત ટિકટોક એપ્લિકેશન પર પ્રતિબંધ મુકીને તેને હટાવી લીધેલો છે. પાકિસ્તાન ટેલિકોમ્યુનિકેશન ઓથોરિટી (PTA)એ આ સોશિયલ મીડિયા એપ પર કન્ટેન્ટને સેન્સર કરવા માટે નવો રસ્તો શોધ્યો છે. તે છે વ્યક્તિગત રીતે કોઈનું એકાઉન્ટ પ્રતિબંધિત કરવું. PTA દ્વારા સ્પોર્ટ્સ કોમેન્ટેટર મિયા ખલીફાના એકાઉન્ટ પર પાકિસ્તાનમાં પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે.

કોઈ પણ પ્રકારની સત્તાવાર જાહેરાત વગર જ PTAએ મિયા ખલીફાના એકાઉન્ટ પર બેન મુકી દીધો છે. આવું શા માટે કરવામાં આવ્યું તેનું કોઈ કારણ પણ સ્પષ્ટ નથી કરવામાં આવ્યું. પાકિસ્તાનમાં મિયા ખલીફાના ચાહકોને જ્યારે તેનું કન્ટેન્ટ ન મળ્યું ત્યારે તેમણે ટ્વીટર પર આ મુદ્દો ઉઠાવ્યો હતો. મિયા ખલીફાને પાકિસ્તાની ચાહકોની ટ્વીટર પોસ્ટ્સ દ્વારા પોતાનું એકાઉન્ટ બેન કરવામાં આવ્યું હોવાની જાણ થઈ ત્યારે તે ચોંકી ઉઠી હતી.

જો કે, મિયા ખલીફાએ PTAએની કાર્યવાહીની અવગણના કરી છે અને તેણે જે ટ્વીટ કરી છે તે તેના પાકિસ્તાની ચાહકોને ખૂબ જ રાહત આપનારી છે. મિયાએ ટ્વીટમાં લખ્યું હતું કે તે પોતાના તમામ ટિકટોક ટ્વિટર પર ફરી પોસ્ટ કરશે. આ તેના ફાસીવાદનો ખાત્મો કરવા માંગતા હોય તેવા પાકિસ્તાની ચાહકો માટે કરવામાં આવશે.

અનેક પાકિસ્તાની સોશિયલ મીડિયા યુઝર્સે મિયા ખલીફાને સમર્થન આપ્યું હતું અને PTAની કાર્યવાહીની ટીકા કરી હતી. સાથે જ PTAનું સાચું કામ જે હોય તેના પર ફોકસ કરવાની સલાહ પણ આપી હતી.

મિયા ખલીફા સામાજીક અને માનવાધિકાર સંબંધી મુદ્દે પણ ખૂબ અવાજ ઉઠાવી રહી છે. તેણે પેલેસ્ટાઈનીઓ પર ઈઝરાયલના હુમલાની વિરૂદ્ધ પણ અવાજ ઉઠાવ્યો છે. આ મામલે તેણે સંયુક્ત રાષ્ટ્ર પર પણ હાથ ધરીને બેસી રહેવાનો આરોપ લગાવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed