ફરી ગુજરાતમાં ચોમાસાનો પ્રકોપ, જાણો હવામાન વિભાગે શું કરી મોટી આગાહી

0

ગયા સપ્તાહે તૌક્તે વાવાઝોડાના કારણે રાજ્યમાં પડેલા વરસાદ બાદ હવામાન વિભાગે વરસાદને લઈ વધુ એક આગાહી કરી છે. રાજ્યમાં આગામી બે ત્રણ દિવસ સુધી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. જે મુજબ દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રમાં રાજકોટ, જુનાગઢ અમરેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં બે દિવસ સુધી બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. બે દિવસ સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર રહેશે.

બંગાળની ખાડી પર ઉદભવેલું યાસ વાવાઝોડું 26 મેના રોજ ઓડિશા-પશ્ચિમ બંગાળની ખાડી પરથી પસાર થવાનો અંદાજ છે. વિશાખાપટ્ટનમના એસપી બીવી ક્રિષ્ના રાવે જણાવ્યું કે, ઓડિશા-આંધ્રપ્રદેશ બોર્ડર પર ચિત્રકોંડા પોલીસ સ્ટેશન હેઠળ આવતી સિલુરુ નદીમાં બોટ ઉંધી વળી જતાં 8 લોકો પ્રવાસી મજૂરો ગુમ થયા છે. તેમનું સર્ચ અને રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે.

યાસ વાવાઝોડાને લીધે રાજ્ય અને સ્થાનિક પ્રશાસનની સાથે સાથે NDRF, કોસ્ટ ગાર્ડ, નૌસેના, વાયુસેના અને થળસેના પણ સંપૂર્ણ રીતે સતર્ક છે. પ્રભાવિત વિસ્તારોમાં રાહત અને બચાવની કામગીરી માટે તમામ ટીમોની તૈનાતી શરૂ કરી દીધી છે.

કોસ્ટગાર્ડના જહાજ અને વિમાને છેલ્લા ત્રણથી ચાર દિવસમાં બંગાળની ખાડી અને પૂર્વની તટો પર માછીમારો, બોટ અને કોમર્શિયલ જહાજોને લાઉડ સ્પીકરથી દરિયામાં ન જવાની અપીલ કરી છે. NDRFની 85 પૈકી પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના જિલ્લામાં 32, ઓડિશામાં 28, અંદામાનમાં ચાર, આંધ્ર પ્રદેશમાં ત્રણ અને તામિલનાડુમાં બે ટીમ તૈનાત કરી દીધી છે. આ સિવાય 17 SAR એટલે કે સર્ચ એંડ રેસ્ક્યુ ટીમને સ્ટેંડ બાય અને બેકઅપ પ્લાન પણ તૈયાર રાખવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed