તમારા ઘરે ગેસ સિલિન્ડર આવવામાં થઈ શકે છે મોડું, આ છે મુખ્ય કારણ

0

દેશમાં કોરોનાની બીજી લહેરની અસર દરેક સેક્ટર્સ પર થઈ રહી છે. કોરોનાના કારણે એલપીજી ગેસ સિલિન્ડરના સપ્લાય પર અસર થઈ શકે છે. એલપીજી ડીલરોએ ગેસ સિલિન્ડરનના સપ્લાયને બાધિત થવાની ચેતવણી આપી છે. કેમકે ડિલિવરી બોય ઘરમાં એલપીજી સિલિન્ડર પહોંચાડતી સમયે કોરોનાની ઝપેટમાં આવવાના ડરથી કામ પર આવી રહ્યા નથી. તેની અસર એલપીસીઝ સિલિન્ડરની ડિલિવરી પર પડી શકે છે.

તેઓએ કહ્યુ છે કે લગભગ 500 ડિલિવરી બોય કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે અને દેશમાં 50000 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. એવામાં ડિલિવરી બોય ડરી રહ્યા છે અને વેક્સીનેશન ન મળવાના કારણે કામ પર આવી રહ્યા નથી. ડિલિવરી બોયના કોરોના સંક્રમિત થવાના કારણે વેટિંગ સમય વધી રહ્યો છે. એવામાં ગેસની ડિલિવરીને માટે ગ્રાહકોને લાંબા સમય સુધી રાહ જોવી પડી શકે છે.

એક રિપોર્ટ અનુસાર ફેડરેશને કહ્યું છે કે એલપીજી ડિસ્ટ્રીબ્યુશન ચેનમાં સામેલ ડિલિવરી બોય અને અન્ય લોકોને ફ્રન્ટલાઈન વર્ક્સ જાહેર કરવા જોઈએ અને તેમનું વેક્સીનેશન કરાવવું જોઈએ. તેમાં એમ પણ કહેવાયું છે કે ડિલિવરી બોય 65-75 લાખ ઘરમાં જાય છે અને રોજના 3 કરોડથી વધારે લોકોના સંપર્કમાં આવે છે. તેમના માટે આ વધારે ખતરનાક છે અને તેમને સુપર સ્પ્રેડર્સમાં પણ બદલી શકે છે. ફેડરેશન દેશમાં 12000 ડીલર, કે પછી 3 લાખ સ્થાયી અને અસ્થાયી કર્મચારીઓનું પ્રતિનિધિત્વ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed