કોરોના ની હવે નવી પદ્ધતિ થી સારવાર થશે,ઉંદર પર મળી સફળતા

0

ઓસ્ટ્રેલિયા અને અમેરિકાના વિજ્ઞાનીઓના રિસર્ચના પરિણામોએ કોરોના મહામારીથી છુટકારાની આશા જગાવી છે. ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડ સ્થિત ગ્રિફિથ યુનિવર્સિટીની મેન્ડીસ હેલ્થ ઇન્સ્ટિ. તથા સિટી ઑફ હોપ રિસર્ચ એન્ડ ટ્રીટમેન્ટ સેન્ટરે એક ક્રાંતિકારી થેરપી શોધી છે. તેની મદદથી કોરોના વાઇરસને ટારગેટ કરીને સંપૂર્ણપણે ખતમ કરી શકાય છે. રિસર્ચ ટીમનું નેતૃત્ત્વ કરનારા વિજ્ઞાની નાઇજેલ મેકમિલનના કહેવા મુજબ, આરએનએ ટેક્નિક દ્વારા શરીરમાં પ્રવેશતા 99.9% વાઇરસ જડમૂળથી ખતમ કરાયા. ઉંદરો પર કરાયેલા પ્રયોગ દરમિયાન ફેફ્સાંમાં ફેલાયેલો કોરોના વાઇરસ સંપૂર્ણપણે ખતમ થઇ ગયો.

રિસર્ચમાં જોડાયેલા પ્રો. કેવિન મોરિસનું કહેવું છે કે આ થેરપીથી માત્ર કોરોના જ નહીં, ભવિષ્યમાં આવનારા કોઇ પણ વાઇરસ કે તેના નવા વેરિઅન્ટનો સચોટ ઇલાજ થઇ શકશે. આ થેરપી માટે વિજ્ઞાનીઓએ જિન્સ પર નિશાન સાધતી જિન સાઇલેન્સિંગ ટેક્નિકનો ઉપયોગ કર્યો છે. આ ટેક્નિક 1990ના દાયકામાં ઓસ્ટ્રેલિયાનાં છોડમાં શોધાઇ હતી. આ ટેક્નિકથી વાઇરસના જિનોમને ખતમ કરાય છે. આ ટેક્નિકથી વિકસિત દવા માત્ર 4 ડિગ્રી સે. તાપમાને સ્ટોર કરી શકાય છે. પ્રો. મોરિસ કહે છે કે આ ટેક્નિકથી બનેલા ઇન્જેક્શન ગંભીર દર્દીઓને 4-5 દિવસમાં સાજા કરી દે છે. પરિણામો ભારે ઉત્સાહજનક છે પણ ક્લીનિકલ ટ્રાયલ પૂરી થયા બાદ તે બજારમાં આવતાં 2 વર્ષ લાગી શકે છે.

તેમાં દવા સીધી દર્દીના ફેફ્સાંમાં અપાય છે
દવા દર્દીના શરીરમાં રહેલા કોરોનાના જિનોમને મારીને શરીર કે ફેફ્સાંમાં તેનું સંક્રમણ વધતું અટકાવે છે. પરિણામે પ્રતિરોધક કોષો વાઇરસને ખતમ કરી દે છે. આ થેરપી ડાયરેક્ટ એક્ટિંગ એન્ટી વાઇરલ થેરપી તરીકે ઓળખાય છે, જે દરમિયાન લિપિડ નેનો પાર્ટિકલ દ્વારા દર્દીના ફેફ્સાંમાં દવા છોડી દેવાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed