300 વર્ષ અગાઉ આવી હતી કોરોના જેવી બીમારી ,આ બીમારી થી લડવા લાગ્યા હતા અધધ વર્ષ

0

કોરોનાએ સમગ્ર વિશ્વમાં ભયાનકતા ફેલાવી છે. આ મહામારીને લીધે અત્યાર સુધીમાં લાખો લોકોએ જીગ ગુમાવ્યો છે. અલબત આ મહામારી માનવજાત માટે સૌ પ્રથમ નથી, અગાઉ પણ પૃથ્વી પર માનવજાત આ પ્રકારની મહામારીનો સામનો કરી ચુકી છે. બોસ્ટનની લાઈબ્રેરી એન્ડ આર્કાઈવ્સ દ્વારા ઓનલાઈન પોસ્ટ કરવામાં આવેલા નવા ડિજીટલ રેકોર્ડમાં જાણવા મળ્યું છે કે 1700ની સદીમાં આવેકા ચેચક મહામારીએ ભારે ખુવારીનું સર્જન કર્યું હતું. તેને લીધે હજારોની સંખ્યામાં લોકોએ જીવ ગુમાવ્યો હતો.

રેકોર્ડથી જાણવા મળ્યું છે કે 17મી સદીમાં અમેરિકાના તટ પ્રદેશથી દૂરના વિસ્તારોમાં ભયાનક મહામારી ફેલાઈ હતી. હવે ત્રણ દાયકા બાદ કોરોના વાઈરસનો પ્રકોપ સામે આવ્યા બાદ નિષ્ણાતો તેની સમાનતા 3 સદી અગાઉ ફેલાયેલી મહામારીને જોઈ ભારે આશ્ચર્ય ધરાવે છે. ન્યુ ઈંગ્લેન્ડ હિસ્ટોરિક વંશાવલી સોસાયટી સાથે મળી કામ કરતા દસ્તાવેજોનું ડિજીટલીકરણનું નૈતૃત્વ કરનારા CLAના પૂરાતત્વ અધિકારી જાચારી બોદનારનું કહેવું છે કે આપણે કેટલા ઓછા બદલાયા છીએ.

બોદનારે એક મુલાકાતમાં કહ્યું છે કે હકીકત એ છે કે આપણે આપણા ભૂતકાળના રેકોર્ડમાં આ સમાનતાઓને શોધી રહ્યા છે, આ રસપ્રદ સમાંતર પ્રક્રિયા છે. ક્યારેક-ક્યારેક જેટલું વધારે આપણે શીખીએ છી એટલું જ આપણે વધારે શીખવાની જરૂર રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed