આવી રહેલી નવી PUBG પર લાગી શકે છે બેન,આ કારણ આવ્યું સામે ,જાણો અહી

0

‘બેટલગ્રાઉન્ડ્સ મોબાઈલ ઈન્ડિયા’ના નામથી PUBG ભારતમાં કમબેક કરવા જઈ રહી છે. 18 મેથી પ્રી રજિસ્ટ્રેશન પણ શરૂ થયું છે. જોકે ગેમનું ઓફિશિયલ લોન્ચિંગ હજુ બાકી છે. તેના પહેલાં જ ગેમ પર ગ્રહણ લાગી ગયું છે. તેને લીધે કહી શકાય તે નવાં નામ અને નવી પોલિસી સાથે લોન્ચ થનારી PUBG બૅન થઈ શકે છે. અરુણાચલ પ્રદેશના MLA નિનોન્ગ એરિંગે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખી ‘બેટલગ્રાઉન્ડ્સ મોબાઈલ ઈન્ડિયા’ને બૅન કરવાની અરજી કરી છે.

કંપનીએ ગેમના પ્રી રજિસ્ટ્રેશન અંગે કહ્યું કે, યુઝર્સ સ્પેસિફિક રિવોર્ડ્સ માટે ક્લેમ કરી શકે છે. આ રિવોર્ડ્સ માત્ર ઈન્ડિયન પ્લેયર્સ માટે જ છે. પ્રી રજિસ્ટ્રેશન માટે યુઝર્સે ગૂગલ પ્લે સ્ટોર પર જઈ પ્રી રજિસ્ટર બટન પર ક્લિક કરવાનું રહેશે. ગેમ લોન્ચિંગ સમયે ક્લેમ રિવોર્ડ આપમેળે રીડીમ થઈ જશે. ક્રાફ્ટને જણાવ્યું કે 18 વર્ષથી ઓછી નંબરના યુઝર્સે તેમના પેરેન્ટ્સનો નંબર આપવો પડશે. અર્થાત 18 વર્ષથી ઓછી વયના યુઝર્સે પેરેન્ટ્સની પરમિશન લેવાની જરૂર પડશે.

પ્રાઈવસી અને ડેટા સિક્યોરિટીને પ્રાથમિકતા આપતા ક્રાફ્ટને દરેક સ્ટેજમાં ડેટાની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તેના પાર્ટનર સાથે કામ કર્યા હોવાની વાત કરી છે. તેનાથી કંપની સુનિશ્ચિત કરશે કે પ્રાઈવસીના અધિકારોનું સમ્માન થાય અને ડેટાનું કલેક્શન અને સ્ટોરેજ ભારતના કાયદાનું પાલન કરી થાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed