ધોરણ 12 બોર્ડની પરીક્ષા આ બે પદ્ધતિઓથી લેવાશે, વિદ્યાર્થીઓને મળશે આટલી છૂટ

0

ગુજરાતમાં ધોરણ 12 ની પરીક્ષા અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજાનાર બેઠકમાં યોગ્ય નિર્ણય લેવામાં આવશે. હાલ તો CBSE બોર્ડ દ્વારા તમામ રાજ્ય બોર્ડ પર નિર્ણય છોડવામાં આવ્યો છે. આજે કેન્દ્રીય મંત્રીના અધ્યક્ષ સ્થાને યોજાયેલી વિડીયો કોન્ફરન્સમાં તમામ રાજ્યોના શિક્ષણ મંત્રીઓએ ભાગ લીધો હતો.

આ બેઠકમાં ધોરણ 12 ની પરીક્ષા લેવા સંદર્ભે બે વિકલ્પોની ચર્ચા કરવામાં આવી હતી. વિકલ્પ એકમાં ત્રણ કલાકની પરીક્ષા અને વર્ણાત્મક રીતે જે પદ્ધતિ દ્વારા લેવાય છે તે પદ્ધતિ દ્વારા અથવા તો બીજા વિકલ્પમાં ૯૦ મિનીટની અંદર બહુ હેતુ વિકલ્પ અને ટૂંકા જવાબોને આધારે પરીક્ષા લેવામાં આવશે.

આ બંને વિકલ્પોમાંથી એક વિકલ્પ અંતર્ગત ધોરણ 12 ની પરીક્ષા લેવામાં આવી શકે છે. રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ આ વિડીયો કોન્ફરન્સમાં વિદ્યાર્થીઓ માટે ધોરણ12ની પરીક્ષા મહત્વની હોવા છતાં કોરોના ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પરીક્ષા યોજવા અંગે પોતાના સુચનો કર્યા હતા.

અત્રે નોંધનીય છે કે, cbse બોર્ડ દ્વારા 1 જૂનની આસપાસ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. જ્યારે બીજી તરફ રાજ્ય બોર્ડનો નિર્ણય રાજ્યોએ પોતાના રાજ્યની સ્થિતિ અનુસાર લેવા માટે પરવાનગી આપી દેવામાં આવી છે. જેથી મુખ્યમંત્રી સાથેની બેઠકમાં પરીક્ષા લેવી કે માસ પ્રમોશન લેવું તે અંગે નિર્ણય થશે. જો પરીક્ષા લેવાશે તો તે ઉપરોક્ત બે પદ્ધતી અનુસાર લેવાય તેવી શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed