મ્યુકર માઈકોસિસ માં સૌથી વધુ કેસ ગુજરાત માં જાણો અહી

0

દેશમાં કોરોના મહામારીની બીજી લહેર વચ્ચે હવે બ્લેક ફંગસ એટલે કે મ્યુકોરમાઈકોસિસ (mucormycosis) વિકરાળ રૂપ લઈ રહ્યું છે. ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ અને મહારાષ્ટ્ર સહિત 10 રાજ્યોમાં અત્યાર સુધી 8848 થી વધુ કેસ સામે આવ્યા છે.

જેમાં સૌથી વધુ 2281 કેસ ગુજરાતમાં છે. એટલુ જ નહિ, ગુજરાતમાં ફંગસના પણ બે અલગ અલગ પ્રકાર જોવા મળ્યાં છે. વ્હાઈટ ફંગસ (white fungus) અને બ્લેક ફંગસ (black fungus). દેશના 10 રાજ્યોમાં મ્યુકોરમાઈકોસિસનું સંકટ વધી રહ્યું છે, જેમાં દેશમાં મ્યુકોરમાઈકોસિસના 8848 કેસ છે. ગુજરાત બાદ મહારાષ્ટ્રમાં 2000 કેસ સામે આવ્યા છે.

તો બીજી તરફ, ગુજરાતમાં જ્યા કોરોનાના કેસ વધી રહ્યાં છે, ત્યાં તેની સારવાર માટેના ઈન્જેક્શનની શોર્ટેજ દેખાઈ રહી છે. કેન્દ્રીય મંત્રી સદાનંદ ગૌડાએ એક ટ્વીટમાં કહ્યું કે, દેશમાં મ્યુકોરમાઈકોસિસના કેસ વધતા વધારાના 23860 ઈન્જેકશન રાજ્યોને અપાયા છે.

દેશમાં કુલ 8848 દર્દીઓ છે, જેના આધારે વધારાના ઈન્જેકશન અપાયા છે. ગુજરાતમાં કુલ 2281 દર્દીઓ સામે 5800 ઈન્જેકશન અપાયા છે. મ્યુકોરમાઇકોસિસને લઈ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે કહ્યું કે, તેમણે ઈન્જેક્શનની અછતને લઈ પીએમ મોદીને રજુઆત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed