કોરોનાના કેસમાં હજી રાહત મળી હતી ત્યાં આ રોગ મચાવી રહ્યો છે તબાહી..

0

અમદાવાદમાં કેસની સંખ્યા 1 હજારથી ઓછા થતાં તંત્રએ રાહતના શ્વાસ લીધા છે. સિવિલની 1200 બેડની હોસ્પિટલમાં હાલમાં 500 દર્દી દાખલ છે તેમજ ઓક્સિજન પર રહેલા દર્દીઓની સંખ્યામાં ઘટાડો થતાં હવે માત્ર 50 ટકા જ દર્દીઓ ઓક્સિજન પર છે. બીજી તરફ, અમદાવાદ સિવિલમાં મ્યુકરમાઇકોસિસના 8 વોર્ડ દર્દીઓ માટે ઊભા કરાયા છે,

જે હવે લગભગ હાઉસફુલ થઈ ગયા છે. હાલમાં સિવિલમાં આશરે 489 દર્દી દાખલ છે.અમદાવાદની અસારવા સિવિલમાં ઘણા સમય બાદ 600ની આસપાસ ઓક્સિજન બેડ તેમજ 47ની આસપાસ ICU બેડ ખાલી થયાં છે, સાથે જ નવા દર્દીઓની સરખામણીએ ડિસ્ચાર્જ થનારા દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. બીજી તરફ મ્યુકરમાઈકોસિસના દર્દીઓ વધી રહ્યા છે,

જેને કારણે સિવિલમાં ઊભા કરાયેલા વોર્ડ પણ ભરાઈ રહ્યા છે. મ્યુકરમાઈકોસિસના દર્દીઓ વધતાં તેની સારવાર માટે વપરાતા ઈન્જેક્શનની પણ ડિમાંડ વધી રહી છે, જેથી હવે રેમડેસિવિર બાદ મ્યુકરમાઈકોસિસનાં ઈન્જેક્શનનાં પણ કાળાં બજાર શરૂ થઈ ગયાં છે,ગુજરાત સરકારે ગુરુવારે મ્યુકરમાઇકોસિસ અથવા બ્લેક ફંગસને મહામારી જાહેર કરી છે. મુખ્યમંત્રી રૂપાણીના વડપણ હેઠળ મળેલી કૉર કમિટીની બેઠકમાં એપિડેમિક ડિઝીઝ એક્ટ 1897 હેઠળ બ્લેક ફંગસને મહામારી જાહેર કરવાનો નિર્ણય લેવાયો હતો. કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી ગાઇડલાઇન્સ અનુસાર કોરોના દર્દીઓમાં બ્લેક ફંગસ (કાળી ફૂગ)નું નિદાન અને સારવાર કરવામાં આવશે.

ઇએનટી એસોસિયેશનના અંદાજ પ્રમાણે, રાજ્યમાં બ્લેક ફંગસના 5 હજારથી વધુ કેસ છે, જ્યારે માત્ર અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં 3 હજારથી વધારે કેસો છે. માત્ર અમદાવાદમાં અંદાજે 1 હજાર કેસ છે.કોરોના મહામારીમાં ગુજરાતને રાજ્યના સ્થાપના દિવસથી જ રાહત શરૂ થઈ છે. ગઈકાલે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 4 હજાર 251 નવા કેસ નોધાયા છે તેમજ સતત 17મા દિવસે નવા કેસ કરતાં સાજા થનારા દર્દીઓની સંખ્યા વધુ રહી છે. કુલ 8 હજાર 783 લોકોએ કોરોનાને હરાવ્યો છે,

જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ સુધરીને 87.97 ટકા થયો છે તેમજ દૈનિક મૃત્યુઆંક પણ 65 થયો છે. 17મી મે સુધી સતત 17 દિવસ સુધી રાજ્યમાં રોજેરોજ 10 હજારથી વધારે દર્દીઓ કોરોનાને માત આપતા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed