ભારત ના ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર ના પિતા નું અવસાન – ઓમ શાંતિ

0

ભારતીય ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારના પિતા કિરણ પાલ સિંહનું ગુરુવારે 63 વર્ષની વયે મેરઠમાં નિધન થયું. તેઓ ઘણા સમયથી બીમાર હતા અને દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. જોકે, તેઓ થોડા દિવસો પહેલાં ઘરે પરત ફર્યા હતા, જ્યા ભુવનેશ્વર તેમની સેવા કરી રહ્યો હતો.

તેઓ કેન્સર સામેની લડાઈ હાર્યા. તેમણે કીમિયોથેરાપી કરાવી હતી. જોકે, 2 અઠવાડિયા પહેલાં તેમની તબિયત બહુ બગડી ગઈ હતી. તેમણે ગંગાનગર સી-પોકેટ નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા. તેમના પરિવારમાં અત્યારે બધા શોકમાં છે.

ભુવનેશ્વરના પિતા પોલીસ વિભાગમાં હતા અને તેમણે વીઆરએસ લીધી હતી. પોતાના કાર્યકાળ દરમિયાન તેઓ મેરઠ અને મુઝફ્ફરનગરમાં ફરજ બજાવતા હતા. ભુવનેશ્વર છેલ્લા દિવસોમાં પિતાની સેવા કરી રહ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed