ભારત ને મોટો ઝટકો ,દુનિયા માં રેહવા લાયક સ્થળ માં ભારત નીચલા સ્તર પર

0

વિદેશી મૂળના લોકો(એક્સપેટ)ની પસંદગી આધારિત એક સૂચકાંક ‘એક્સપૈટ ઈનસાઈડર 2021’ના માધ્યમથી આ જાણકારી સામે આવી. ભારતની આ સ્થિતિ માટે કોરોના કાળની સ્થિતિને જવાબદાર માનવામાં આવી છે. આ સૂચકાંક પોતાના મૂળ દેશને છોડીને બીજા દેશમાં રહી કામ કરવા માટે પસંદગી કરનારાની પસંદ પર આધારિત છે. જે દર વર્ષે જર્મનીના પ્રતિષ્ઠિત સંગઠન ઈન્ટરનેશન્સ જારી કરે છે. આ સર્વે 59 દેશોના 12420 એવા લોકો(એક્સેપૈટ)ને સામેલ કરવામાં આવ્યા જે તે દેશના મૂળ નિવાસી નથી. આ એક્સપૈટથી દેશમાં જીવનની ગુણવત્તા, આર્થિક ખર્ચ, રોજગાર, ચિકિત્સા તંત્ર વગેરે અંગે પુછવામાં આવ્યુ તેના આધાર પર રેકિંગ આપવામાં આવી છે.

કોરોનાની લડાઈમાં સારુ પ્રદર્શન કરનારો તાઈવાન સતત ત્રીજા વર્ષે એક્સપૈટ ઈનસાઈડર 2021 સર્વે મુખ્ય રહ્યુ. એક્સપૈટ્સે તાઈવાનમાં નોકરીની સુરક્ષા અને સ્થાનીય અર્થવ્યવસ્થાની ખુલી વખાણ કર્યા. 96 ટકા લોકોએ તાઈવાનમાં મળનારી મેડિકલ દેખરેખને બિરદાવી તો 94 ટકા લોકોએ કહ્યુ કે તે તેમના સામર્થ્યથી ઘણી સંતુષ્ટ છે. 96 ટકા પ્રવાસીઓએ તાઈવાનની વસ્તીને વિદેશી નિવાસીઓ પ્રત્યે મિત્રવત ગણાવ્યા. તાઈવાન બાદ મેક્સિકો અને કોસ્ટા રિકા રહેવા અને કામ કરવા માટે સૌથી સારી જગ્યા તરીકે બીજા અને ત્રીજા સ્થાન પર રહ્યા. એક્સપર્ટ્સે કહ્યું કે તેમણે બન્ને દેશોમાં વસવા અને દોસ્ત બનાવવા સરળ લાગ્યા. યાદીમાં મલેશિયાના ચૌથા અને પોર્ટુગલને 5માં સ્થાને છે. અમેરિકા 34માં સ્થાન પર રહ્યુ.

કુવૈત સતત 8 વર્ષમાંથી 7 મી વાર રહેવા અને કામ કરવા માટે પ્રવાસીઓ માટે સૌથી ખરાબ ગંતવ્ય સ્થાન માટે પસંદ કરાયુ છે. 47 ટકા એક્સપૈટ્સે કહ્યુ કે કુવૈત રહેવા લાયક નથી. ત્યાંની ખરાબ નાણા સ્થિતિના કારણે ઈટલીને બીજા સૌથી ખરાબ સ્થાનનો હોદ્દો મળ્યો. 56 ટકા એક્સપર્ટ્સે કહ્યુ કે ઈટલીમાં સ્થાનીય કરિયરની તક બહું ખરાબ છે. દક્ષિણ આફ્રીકા સૌથી ખરાબ દેશ જાહેર કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed