અમેરિકા માં રહેતા 35 વર્ષ ના પાટીદાર યુવક ની હત્યા કરાઈ – ઓમ શાંતી

0

અમેરિકામાં ભારતીય ગુજરાતીની કમકમાટી ભરી હત્યાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. અમેરિકામાં અશ્વેત નાગરિકો લૂંટના ઈરાદે ગુજરાતીઓને લક્ષ્યાંક બનાવતા હોવાની ઘટનાઓ સમયે સમયે બહાર આવતી રહે છે. હાલ આણંદ જિલ્લાના ભાદરણ નવયુવાન વ્યાવસાયિકની હત્યાની ઘટનાએ ચરોતર પંથકને શોકમય કર્યું છે. ન્યૂયોર્ક પોલીસે આ સંદર્ભે ગુનો નોંધી હત્યારાઓની તપાસ હાથ ધરી છે.

આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના ભાદરણના ​​​​35 વર્ષીય ​​​​​​નવયુવાનની કમકમાટી ભરી હત્યાનો મામલો બહાર આવ્યો છે. ન્યૂયોર્ક સિટીમાં સ્ટોર ધરાવતા કિંશુક હરેશભાઈ પટેલ રાત્રિના સમયે સ્ટોર બંધ કરી ઘરે જઈ રહ્યા હતા, જે સમયે ત્યાં અશ્વેત યુવાનો આવ્યા અને કંઈક વસ્તુની માગણી કરી, જે બાબતે કિંશુક પટેલે સ્ટોર બંધ થઈ ગયાનું કહ્યું તો ઉશ્કેરાયેલા ઈસમોએ કિંશુક પટેલના માથામાં મોટી અને ગંભીર ઈજાઓ કરી હતી. એ બાદ હુમલાખોરોએ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલા કિંશુકને સ્ટોરના સ્ટોર રૂમમાં બંધ કરી લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.

મહત્ત્વનું છે કે આ સમયે ગંભીર ઈજાઓથી કણસતા કિંશુક પટેલ પાસેનો મોબાઇલ પણ હત્યારા લૂંટારાઓ લઈ ગયા હોઈ, તે ઘરે સંપર્ક પણ કરી શક્યો નહોતો. કિંશુક સમયસર ઘરે ન આવતાં તેના પિતાએ મામાનો સંપર્ક કરતાં મામા અને માસીનો દીકરો બન્ને સ્ટોર પર જોવા ગયા ત્યારે કિંશુક પટેલ સ્ટોર રૂમમાં અસહ્ય પીડાથી કણસતો હતો. ગંભીર ઈજાને લઈ ખૂબ લોહી વહી ગયું હતું. તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી તેને હોસ્પિટલ લઈ જવાઈ રહ્યો હતો ત્યારે જ રસ્તા પર જ તેનું મૃત્યુ થયું હતું.

ન્યૂયોર્ક પોલીસે પણ ત્વરિતના ધોરણે આ ઘટના સંદર્ભે ગુનો નોંધી કાર્યવાહી તેજ કરી હતી.સ્ટોર અને આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવી હત્યારાઓને ઝડપવા ટીમો કાર્યરત કરી દીધી હોવાના અહેવાલ છે. મહત્ત્વનું છે કે કિંશુક પટેલ 25 વર્ષની ઉંમરે અમેરિકા પહોંચ્યો હતો. સૂઝબૂઝ અને વ્યાવસાયિક સાહસિકતાને પરિણામે 9 વર્ષના ટૂંકા ગાળામાં તેણે પરિવાર સાથે મળી ત્રણ સ્ટોર ઊભા કર્યા છે. 2015માં ધર્મજની રુચિતા સાથે લગ્ન કર્યા હતા. લગ્નજીવન દરમિયાન આજે તેમને બે દીકરા છે, જેમાં એકની ઉંમર 4 વર્ષ છે, જ્યારે બીજો દીકરો માત્ર 6 મહિનાનો છે. મૃતક કિંશુક હરેશભાઈ મણિભાઈ પટેલ પરિવારનો એકનો એક દીકરો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed