વાવાઝોડાથી ગુજરાતને થયું એવું નુકશાન કે ઇતિહાસમાં લખાયું નામ

0

દર વખતે બજારમાં કેરીનાં ભાવ આકાશને આંબી જતા હોય છે ત્યારે આ વખતે સૌથી સસ્તા ભાવ કેરી વેચાઈ રહી છે. ગત વર્ષે કેરીને કોરોનાનું ગ્રહણ લાગ્યું હતું જેને કારણે કેરીનું જોઈએ એવું વેચાણ થઈ શક્યું નહોંતું લોકડાઉનને પગલે પૂરતા પ્રમાણમાં કેરી બજારમાં આવી શકી નહોતી, અને કેરીઓનું ઉત્પાદન ઓછું થતા કેરીની આવક પણ ઘટોડા જોવા મળ્યો હતો.. આ વર્ષે પણ વાવાઝોડાની અસરને પગલે કેરીઓ ખરી પડતા બજારમાં તેના ઓછા ભાવ જોવા મળી રહ્યા છે.

જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેરીના ભાવમાં ઐતિહાસિક ઘટાડો જોવા મળ્યો, મનાઈ રહ્યું છે કે અત્યાર સુધીની સૌથી સસ્તો કેરીનો ભાવ માર્કેટમાં બોલાઈ રહ્યો છે, કેરીનું 10 કિલોનું બોક્સ જે 30 થી 50 રૂપિયાના ભાવે વેચાતું જોવા મળી રહ્યું છે, વાવાઝોડાને કારણે ખરી પડેલી કેરી ઓછા ભાવે મળી જોવા મળી રહી છે. ખેડૂતો કેરી વેચવા કરતા ફેંકી દેવાનું મન બનાવી રહ્યા છે.

જો વાત કરવામાં આવે તો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આજે 25 હજાર બોક્સ કેરીની આવક થઈ છે, વરસાદ બાદ કેરીના ભાવમાં ઘટાડો જોવા મળે છે ત્યાર વાવાઝોડાને લઈ કેરી ખરાબ થઈ જતી હોય તે એટલે પણ કેરીના ભાવમાં ઘટાડો જોવા મળે છે. કેરીના ભાવ ગગડતા ખેડૂતોની સ્થિતિ દયનિય બની છે.

ગુજરાતમાં તૌકતે વાવાઝોડાના કારણે નુકસાન થતા ખેડૂતો અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ જણાવ્યું છે કે ખેડૂતોને મોટું નુકસાન થયું છે. જેમાં ઉનાળુ પાકને પણ નુકસાન થયા છે. અને બાગાયતી ખેતીમાં કેસર કેરીને સૌથી મોટું નુકસાન સામે આવ્યું છે. જે બાદ અનેક લોકોના ઘરનું નુકસાન થયું છે અનેક જગ્યાએ કાચા અને ઝૂપડાઓ તૂટી ગયા છે. આ પ્રકારના તમામ નુકસાનના તાત્કાલિક સર્વે કરવામાં આવશે અને નુક્સાન થનાર ખેડૂતોને અસરગ્રસ્ત લોકોના બાદ સહાય ચૂકવવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed