વિજ્ઞાનીઓએ ચેતવણી આપી છે કે રસીકરણ અભિયાનને વેગ નહીં અપાય અને કોરોના સંબંધી સાવચેતીઓના પાલનમાં લોકો બેદરકાર રહેશે તો 6-8 મહિનામાં દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે.
આઇઆઇટી, હૈદરાબાદના પ્રોફેસર એમ. વિદ્યાસાગરે કહ્યું કે રસીકરણ અભિયાનને વેગ આપવા ઉપરાંત કોરોના અટકાવવાના નિયમો (પ્રોટોકોલ)નું પણ સંપૂર્ણપણે પાલન કરવું પડશે. તો જ કોરોનાની ત્રીજી લહેર અટકાવી શકાશે.
પ્રો. વિદ્યાસાગર સૂત્ર મોડલ દ્વારા સંક્રમણના ઉતાર-ચઢાવનું અનુમાન કરનારા વિજ્ઞાનીઓમાં સામેલ છે.તેમણે ઇટાલીની સેન રેફેલ હોસ્પિટલના સંશોધકોનું રિસર્ચ ટાંક્યું, જેમાં જણાવાયું છે કે કોરોનાથી સાજા થયાના 8 મહિના સુધી લોહીમાં એન્ટિબૉડી રહે
તે પછી એન્ટિબૉડી ઘટવા માંડે છે, જેની અસર શરીરની રોગપ્રતિકારક ક્ષમતા પર પડે છે. પ્રો. વિદ્યાસાગર ઉપરાંત ઇન્સ્ટિટ્યૂટ ઑફ જીનોમિક્સ એન્ડ ઇન્ટિગ્રેટિવ બાયોલોજીના સીરો-સરવેમાં પણ આ જ વાત છે.
તેમાં જણાવાયું છે કે કોરોનાથી સાજા થયાના 5-6 મહિનામાં એન્ટિબૉડી ઘટવા માંડે છે.કેન્દ્ર સરકારના વૈજ્ઞાનિક સલાહકાર કે. વિજય રાઘવનના જણાવ્યા મુજબ, વાઇરસ રૂપ બદલશે તેમ-તેમ કોરોનાની ત્રીજી લહેરનું જોખમ વધશે.