અચાનક રોડ પર ઉભેલી ટ્રક ખાડામાં ખાબકી ગઈ તો વિડીયો થયો વાયરલ, અહીં બુધવારે ધોધમાર વરસાદ પડ્યો હતો. જેને લીધે ઘણાં વિસ્તારમાં પાણી ભરાઈ ગયાં હતાં.
એવામાં નઝફગઢ વિસ્તારમાં રોડ પર ઊભેલી ટ્રક આખેઆખી ખાડામાં ખાબકી ગઈ હતી. માહિતી મુજબ ભારે વરસાદને લીધે રોડમાં ખાડો પડ્યો હોવાનું સામે આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ટ્રકને JCBની મદદથી બહાર કાઢવામાં આવી હતી. આ ઘટનાનો વીડિયો ત્યાં હાજર લોકોએ બનાવીને સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો.અરબ મહાસાગરમાંથી આવેલાં તાઉ-તે વાવાઝોડાંએ ગુજરાત પછી હવે દિલ્હી NCRને પણ ઘણું પ્રભાવિત કર્યું છે.