તૌકતે વાવાઝોડાએ બે દિવસમાં આખા ગુજરાતને હચમચાવી નાંખ્યું. રાજ્યમાં પ્રાથમિક ડેટા અનુસાર 3 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું જ્યારે 45 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. વાવાઝોડાના કારણે જ્યાં ગુજરાત હજુ રાહત બચાવની કામગીરી કરી રહ્યું છે ત્યાં બીજું વાવાઝોડું કતારમાં જ છે. અરબી સમુદ્રમાં વાવાઝોડા બાદ હવે બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાઇ રહ્યું છે. આ વાવાઝોડાની અસર મુખ્ય રૂપે 23મી મેના રોજ શરૂ થશે.
સાહેબ, પ્રજા હવે તમારા પર થૂંકે છે, હજુ કેટલા મરવા દેવાના છે: ભાજપ સાંસદ અને મહિલા કાર્યકરની AUDIO ક્લિપ વાયરલ
વડોદરા: આવું દુઃખ કોઈને ન આવે, પિતા-પુત્ર બાદ એકમાત્ર ઘરના મોભીનું પણ કોરોનાથી મોત, 4 બાળકો નોંધારા
લો પ્રેશર તૈયાર થઈ રહ્યું છે જે વાવાઝોડું બની શકે
હવામાન ખાતાની અપડેટ અનુસાર અત્યારે બંગાળની ખાડીમાં અત્યારે લો પ્રેશર સર્જાઇ રહ્યું છે જેની અસર 23 મી મેથી દેખાવાની શરૂ થશે. હવામાન ખાતું સતત આ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે તથા જૉ તે મોટા તોફાનમાં ફેરવાઇ જાય છે તો તેને YAAS નામથી ઓળખવામાં આવશે અને તે ઓડિશા રાજ્યના ભુનેશ્વર શહેરના દરિયાકાંઠે ટકરાઇ શકે છે.
હવામાન ખાતાએ ચેતવણી જાહેર કરતાં જણાવ્યું છે તે 23-24 મેના રોજ સાઈક્લોનમાં બદલાઈ શકે છે તથા 27થી 29 મેની વચ્ચે તે જમીન પર લેન્ડ ફોલ કરી શકે છે. હાલની આગાહી અનુસાર વાવાઝોડું લેન્ડફોલ કરે ત્યારે પવનની ગતિ 140-150 પ્રતિ કલાકની રહી શકે છે. હવામાન ખાતાના સુનિતા દેવીએ કહ્યું કે બંગાળની ખાડીમાં એવી પરિસ્થિતિઑ બની રહી છે જે ચક્રવાતી તોફાનમાં ફેરવાઇ શકે છે.