જેમાં ભારતના વડાપ્રધાન વિશે ગમે તેવું લખાણ કરી માનવજાતિનાં જૂથો વચ્ચે જાહેર સુલેહ શાંતિનો ભંગ થાય એવી કોશિશ કરી ઉશ્કેરણીજનક ભાવના પેદા થાય એવું કર્યું હતું તથા કોરોના અંગે ભ્રામક લખાણો લખી ખોટી અફવા ફેલાવવાની કોશિશ કરી હતી.
એ બદલ ક્રાઈમ બ્રાન્ચે યુવક સામે ફરિયાદ કરતાં ગુનો નોંધાયો છે.ફેસબુક પર 16 મેના રોજ જિગર ભટ્ટના ફેસબુક પ્રોફાઈલમાંથી પોસ્ટ મૂકી હતી, જેમાં સરકારી આરોગ્ય કેન્દ્રમાં દવાઓ ના હોય, ઓક્સિજન ના હોય, બેડ ના હોય, વેક્સિન ન હોય, સરકારી લેબોરેટરી ના હોય,
આવી અવ્યવસ્થાને કારણે લાખોને તડપાવ્યા વગેરે લખી પ્રધાનમંત્રી વિશે અભદ્ર ભાષામાં પોસ્ટ મૂકી હતી.આ ઉપરાંત તેણે વધુ એક પોસ્ટ મૂકી હતી, જેમાં પણ તેણે ડીઆરડીઓ દ્વારા વિકસાવેલી દવા વિશે પોસ્ટ મૂકી વડાપ્રધાન વિશે આપત્તિજનક શબ્દો લખ્યા હતા.
વધુ પોસ્ટમાં તેણે પ્રધાનમંત્રી વિશે આપત્તિજનક લખાણ લખ્યું હતું. આવી પોસ્ટ મૂકી જિગર ભટ્ટ દ્વારા હાલમાં ચાલી રહેલા કોરોના સંદર્ભે ગેરમાર્ગે દોરવા તેમ જ બે જૂથ વચ્ચે શાંતિ ભંગ થાય એવું લખાણ લખી વર્ગવિગ્રહ ફેલાય એવી કોશિશ કરી હતી,