ગુજરાતમાં લોકડાઉનને લઇને સારા સમાચાર, આટલા ટાઈમ સુધી છૂટછાટ

0

કોરોના સંક્રમણને પગલે રાજ્યમાં હાલ ચાલી રહેલા મિનિ લોકડાઉનમાં આંશિક છૂટછાટ આપવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં આવતીકાલથી આંશિક લોકડાઉન 27 મે સુધી અમલી રહેશે. જેને પગલે વેપારીઓ સવારે 9થી બપોરે 3 સુધી દુકાનો ખુલ્લી રાખી શકશે. આ અંગે મુખ્યમંત્રીએ પીપાવાવમાં જાહેરાત કરી હતી. જો કે 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ યથાવત રહેશે.

રાજ્યમાં ઉત્પાદન પ્રવૃત્તિ અને ઉદ્યોગો ચાલુ રહે તથા શ્રમિકોને કોઈ તકલીફ ન પડે તે હેતુથી તમામ પ્રકારના ઉત્પાદન/ઔદ્યોગિક એકમો અને તેને રો-મટીરીયલ પૂરો પાડતા એકમો ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે, તેમના સ્ટાફ માટેની વાહનવ્યવસ્થા ચાલુ રહેશે. જે દરમિયાન COVID-19 સંબંધીત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. બાંધકામને લગતી પ્રવૃત્તિઓ ચાલુ રહેશે જે દરમિયાન COVID-19 સંબંધીત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

આ સમયગાળા દરમ્યાન એ.ટી.એમ.માં નાણાનો પુરવઠો સતત જળવાઇ રહે તે અંગે બેંક મેનેજમેન્ટે કાળજી લેવાની પણ સૂચનાઓ રાજ્ય સરકારે આપી છે. આ સમયગાળા દરમિયાન સમગ્ર રાજ્યમાં શૈક્ષણિક સંસ્થા અને કોચિંગ સેન્ટરો (ઓનલાઇન શિક્ષણ સિવાય), સિનેમા થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, વોટર પાર્ક, જાહેર બાગ-બગીચા, સ્વિમિંગ પુલ ઉપરાંત તમામ પ્રકારના મોલ્સ બંધ રહેશે.

રાજ્યમાં અત્યારસુધીમાં 7 લાખ 71 હજાર 447ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 9 હજાર 340 થયો છે તેમજ અત્યારસુધીમાં 6 લાખ 69 હજાર 490 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 92 હજાર 617 એક્ટિવ કેસ છે, જેમાંથી 742 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 91 હજાર 875 દર્દીની હાલત સ્થિર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed