વાવાઝોડા બાદ હવામાન વિભાગે આ અંગે કરી મોટી આગાહી, જાણો

0

તૌક્તે વાવાઝોડા બાદ હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 22મીએ થન્ડર સ્ટોર્મ એક્ટીવીટી થતા સામાન્ય વરસાદની આવી શકે છે. ભરૂચ, અમરેલી, ભાવનગર, આણંદ સહીતના વિસ્તારોમાં સામાન્ય હળવો વરસાદ આવશે. જો કે બે દિવસ માટે ગરમીથી તપવા માટે શહેરીજનો તૈયાર થઇ જજો કારણકે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 20 અને 21 મે એ તાપમાનનો પારો ઉચકાશે.

તૌકતે વાવાઝોડું પૂર્વ રાજસ્થાન તરફ ફંટાયું છે અને ગુજરાત પરથી પસાર થઈ ગયું છે. જો કે વાવાઝોડાની અસરના ભાગરૂપે આજે સૌરાષ્ટ્ર, મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાંક સ્થળોએ વીજળી અને વંટોળવાળું વાતાવરણ અને હળવો કે મધ્યમ વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે.

પરંતુ આવતીકાલથી ફરી રાજ્યભરમાં શુષ્ક વાતાવરણનો અનુભવ થશે. અને તાપામાનમાં ચારથી પાંચ ડિગ્રીનો વધારો થશે. રાજ્યના તમામ વિસ્તારોમાં ઉનાળાની ઋતુ ફરી જોર પકડશે અને તાપમાનમાં ઉત્તરોત્તર વધારો થશે. પાંચેક દિવસના સમયગાળામાં તાપમાનમાં ચારથી પાંચ ડિગ્રીનો વધારો થશે અને વાતાવરણ શુષ્ક રહેશે.

પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ તૌકતે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોની ગઈકાલે મુલાકાત લેવા ગુજરાત પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી દિલ્હીથી સીધા ભાવનગર પહોંચ્યા હતા. ભાવનગરથી હેલિકોપ્ટરમાં બેસી વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું.

મૃતકોના પરીજનોને 2 લાખ રૂપિયા આપવામાં આવશે. વાવાઝોડામાં ઘાયલ થયેલા છે તેમને 50,000 રૂપિયાની મદદ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે સવારથી વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે હતા. તેમણે વાવાઝોડાના અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed