મુખ્યમંત્રીની મોટી જાહેરાત, વાવાઝોડાથી મૃતકોના પરિવારજનોને કરાશે આટલા લાખની સહાય

0

આ વાવાઝોડામાં 45 લોકોએ જીવ ગુમાવ્યા છે અને અનેક લોકો બેઘર બન્યા છે. જેને પગલે મુખ્યમંત્રી રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની ઉચ્ચ સ્તરીય બેઠકમાં તાઉ-તે વાવાઝોડાને કારણે ઊભી થયેલી પરિસ્થિતિની ચર્ચા કરવામાં આવી હતી.

ત્યાર બાદ મુખ્યમંત્રીએ જાહેરાત કરી કે આ વાવાઝોડાને કારણે મૃત્યુ પામેલા લોકોના વારસદારોને ગુજરાત સરકાર તરફથી ચાર લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે.આ ઉપરાંત તાઉ-તે વાવાઝોડામાં ઇજા પામેલા લોકોને રાજ્ય સરકાર 50 હજારની સહાય આપશે. આ સહાય પણ પ્રધાનમંત્રીએ જાહેર કરેલી સહાય ઉપરાંત રાજ્ય સરકાર આપશે એટલે કે આ વાવાઝોડાથી જેમને ઇજા થઇ છે તેવા ઇજાગ્રસ્તોને કુલ 1 લાખ ની સહાય અપાશે.

મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે ગુજરાત પર આવેલી આ આફત સહિત જ્યારે જ્યારે ગુજરાતને જરૂરિયાત ઊભી થઈ ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉદાર સહાય આપીને ગુજરાતની વિપદાઓમાં પડખે ઊભા રહ્યા છે.તેમજ મુખ્યમંત્રી રૂપાણીએ ગુજરાત પર આવેલી તાઉતે વાવાઝોડાની આફતથી થયેલા નુકસાન માં તાત્કાલિક રાહત સહાય માટે 1000 કરોડની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી જાહેરાતને આવકારીને PM અને ભારત સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.

1 કલાક ને 50 મિનિટ હવાઈ નિરીક્ષણ કર્યા બાદ અમદાવાદમાં વડાપ્રધાનની મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ રાજ્યના વરિષ્ઠ સચિવો સાથે સમીક્ષા બેઠક મળી હતી. આ સમીક્ષા બેઠક બાદ પીએમ મોદીએ વાવાઝોડાને કારણે થયેલા કરોડોના નુકસાન સામે ગુજરાતને 1000 કરોડની તત્કાલ સહાય આપવાની જાહેરાત કરી છે.

આ ઉપરાંત સમગ્ર દેશમાં વાવાઝોડા દરમિયાન મૃત્યુ પામેલાને રૂ.2 લાખનું અને ઈજાગ્રસ્તોને રૂ.50,000ની મદદ આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે,મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની ઉચ્ચ સ્તરીય બેઠકમાં રાજ્યમાં તાઉ-તે વાવાઝોડાને કારણે ઊભી થયેલી પરિસ્થિતિની વિશદ ચર્ચા વિચારણા તેમજ અસરગ્રસ્ત વિસ્તારોમાં પુનર્વસન અને પૂર્વવત્ સ્થિતિ પ્રસ્થાપિત કરવા માર્ગ મકાન ઊર્જા સહિતના વિભાગોના સચિવોને તાકીદ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed